Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જાણીતા ન્યુરો સર્જન ડો. જિગરસિંહ જાડેજા બન્યા પ્લાઝમા રકતદાતા

રાજકોટ તા. ૮: રાજકોટની ગોકુલ હોસ્પિટલના જાણીતા ન્યુરોસર્જન ડો. જીગરસિંહ જાડેજાએ કોરોનામાંથી રીકવરી થયા બાદ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેશન કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ જયાં સુધી કોરોનાની વેકિસન મળતી નથી ત્યાં સુધી પ્લાઝમા કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી થઇ શકે તેમ છે.

આ સાથે તેમણે રીકવરી થયેલા દર્દીઓને આગળ આવીને પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ કરી છે. સાથે તેમના ડ્રાઇવર રાજદીપસિંહ તથા PRO દેવાંગભાઇના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને   તેઓ   પણ   પ્લાઝમા ડોનેટ કરવાના છે.

ડો. જિગરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જેમની ઉંમર ૧૮ થી ૬પ વર્ષની વચ્ચે હોય, જેમનું વજન પ૦ કિલો કે તેથી વધારે હોય, જેમણે થોડા સમય પહેલા જ કોવીડ-૧૯ કોરોનાનો રોગ થયેલો હોય, તાવ અને ખાંસીના લક્ષણોમાંથી સારા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના ર૮ દિવસ બાદ અને જેમને ડાયાબિટીસ, હૃદયરોગ કે અન્ય ગંભીર બીમારી ન હોય તેવા વ્યકિતઓ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા ડોને઼શનથી કોઇપણ રીતે નબળાઇ આવતી નથી. એક વાર પ્લાઝમા આપ્યા બાદ દર પંદર દિવસે પ્લાઝમા ડોનેશન કરી શકાય છે. આથી ઘણા બધા કોરોનાના દર્દીઓનું જીવન બચાવી શકાય છે.

(3:34 pm IST)