Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગુરૂપ્રસાદ ચોકમાંથી નિતેશ ગોહેલ ચોરાઉ એકસેસ સાથે પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે. એન. મુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. ભાવીનભાઇ ગઢવી, દિગ્યાલસિંહ જાડેજા, યુવરાજસિંહ, ચીત્ર કેતુસિંહ ઝાલા, અંકીતભાઇ, ભાગ્યેશભાઇ, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, મસરીભાઇ ભેટારીયા, ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. યુવરાજસિંહ, ચિત્રકેતુસિંહ, ભાગ્યેશભાઇ અને અંકીતભાઇને બાતમી મળતા ગુરૂપ્રસાદ ચોકમાં દરોડો ચોરાઉ એકસેસ સાથે નિતેષ દીલીપભાઇ ગોહેલને પકડી લઇ પુછપરછ કરતા તેણે એકસેસ ગાંધીગ્રામ વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી હતી. તે અગાઉ વાહન ચોરી અને લૂંટના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:30 pm IST)