Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

એરપોર્ટમાં ડમ્પરમાંથી ઉતરતી વખતે પડી જતાં ખીરસરાના નારૂભાઇ ખાંટનું મોત

રાજકોટ તા. ૮: એરપોર્ટમાં વિમાન ઉતરાણ માટેના એપ્રોન એરિયામાં રિપેરીંગ કામ ચાલતું હોઇ ડમ્પરમાંથી ઉતરતી વખતે પડી જતાં લોધીકાના ખીરસરાના ખાંટ પ્રોૈઢનું મોત નિપજ્યું હતું.

ખીરસરા રહેતાં નારૂભાઇ કડવાભાઇ વણાર (ખાંટ) (ઉ.વ.૫૦) સવારે એરપોર્ટમાં ડમ્પર લઇને આવ્યા હોઇ અહિ એપ્રોન એરિયામાં ડમ્પરમાંથી ઉતરતી વખતે અકસ્માતે પગ લપસતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ડમ્પરનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(3:25 pm IST)