Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

આજે નાગપાંચમ

જાણો સાપને... માદા નરથી મોટી હોય

બધા જ સાપ તરી અને ઝાડ ઉપર પણ ચડી શકે, બે મોઢા હોતા નથી, ૨૦વર્ષનું આયુષ્યઃ સાપ કરડેલ વ્યકિતને કરડેલ જગ્યા અને હૃદયની વચ્ચે ઢીલો પાટો બાંધી તુરંત હોસ્પિટલે પહોંચાડવો

ઝેરી સાપઃ

(૧) કાળોતરોઃ તે નિશાચર છે, કુદરતે તેને ઉભી કીકી આપેલી છે, માનવ વસ્તીથી દુર રહેવું તેને ગમે છે, ૪ ફૂટની લંબાઈ હોઈ છે. તે એશિયાનો સૌથી ઝેરી સાપ છે.

(૨) નાગઃ તે એકથી જ ઝેણ ચડે છે, માનવ વસ્તીની આજુબાજુ રેહવું ગમે છે, સવાર સાંજ ખોરાક મેળવવા બહાર નીકળે છે. કાળોતરો અને નાગનું ઝેર સીધી મગજ ઉપર અસર કરે છે.

(૩) ખડચિડળોઃ ભારતમાં સૌથી મોટા દાંત વાળો સાપ.

(૪) પૈડકું/ફુરસોઃ ભારતમાં ઝેરી સાપોમાં સૌથી નાનો સાપ, પોતાના શરીર ઉપર અસંખ્ય ભીંગડાઓ છે, ભીંગડાઓ ઘસીને અવાજ કરે છે, સુકા લાકડામાં કરવત ચાલતી હોઈ તેવો અવાજ નીકળે છે. ખડચિતળો અને પેડકુંનું ઝેર લોહી ઉપર અસર કરે છે એટલે સોજા ેચડી જાય છે.

આ ચાર સાપ ઝેરી છે, બાકી ના ૪૮ સાપો બિનઝેરી છે, ઝેરી સાપ ના તાજા જન્મેલા બચ્ચા માં પણ ઝેર હોઈ છે, તેથી જ એક કેહવત પડી છે કે 'નાનું તોય નાગનું બચ્ચું'.

સાપનો સ્વભાવ : એકદમ શાંત, આળસુ અને બીકણ હોઈ છે, તે ભાગી જવા મથતો હોઈ છે પણ કોઈ કારણોસર ભાગવાની અનુકુળતાનો મળે તો જ બટકું ભરે છે.

ઘણી વખત બિનઝેરી સાપ કરડવાથી વધુ પડતા ભય થી વ્યકિતનું મૃત્યુ થતું હોઈ છે, આ મૃત્યુ ઝેરથી નહિ પરંતુ હૃદય બંધ થવાથી થતું હોઈ છે.

સર્પદંસમાં દર્દીને હિંમત આપવાની હોઈ છે, તેને ચાલવા/દોડવા કે ઊંઘવાનો દેવો જોઈએ, સર્પદંસ બાદ પ્રાથમિક સારવારમાં એક મુદ્દો ખાસ ધ્યાનમાં લેવાનો છે કે દર્દીના શરીરમાં લોહીનું પરિભ્રમણ નોમલ રહે તેવી કોશિશ કરવાની છે.

સાપ કરડેલ ભાગની અને હૃદયની વચ્ચે સાધારણ ઢીલો પાટો બંધાવાનો છે, દર્દોને વહેલી તકે દવાખાને પહોચાડી દઈએ તો દર્દી બચી જ જાય છે, સાપમાં આ ભવનું કે પેલા ભવનું કઈ નથી , બદલો લેવા જેવી યાદશકિત નથી.

આપણે ત્યાં પાતળી જાતના સાપને લોકો નાગણી કહે છે, સાપમાં નરથી માદા હમેશા મોટી હોઈ છે, પાતળી જાતો તો બિલકુલ બિનઝેરી છે. સાપના ઝેરમાંથી ઘણી બધી જાતની દવાઓ પણ હવે બનવા લાગી છે.

ઉંદરની એક જોડી આખું વર્ષે જીવી જાય અને તેના થનાર બચ્ચા પણ જીવી જાય તો એક વષે પછી એક જોડ ઉંદરમાંથી ૮૦૦ ઉંદર થઇ જાય છે, તેના કુદરતી નિયત્રણ માટે સાપ ખુબ જ ઉપયોગી છે.

સાપ ઉંદર ખાઈને આપણને ખુબ જ મદદરૂપ થાય છે તેથી જ આપણા પૂર્વજોએ હજારો વર્ષે પહેલા નાગની પૂજા શરૂ કરી.

ઝેરી અને બિનઝેરી સાપનું ખોરાક લેવાની રીત જુદી જુદી છે, ઝેરી સાપ તેના ખોરાકને બટકું ભરી ઝેર દાખલ કરશે અને પછી ગળી જાશે, તેને ખોરાકને ભરડો લેતા કુદરતી રીતે આવડતું નથી. બિનઝેરી સાપ તેના ખોરાકને બટકું ભરશે પછી ભરડો લેશે, દબાણ વધારી તેને મારી નાખશે પછી ગળી જશે.

સાપ વિષેની સાચી માહિતી

(૧) સાપ પોતાની લંબાઈનો ૩જો ભાગ કોઈ પણ આધાર વિના ઉંચો કરી શકે છે.

(૨) ઉડી સકતો નથી.

(૩) દૂધ પીતો નથી (માંસાહારી છે) કુદરતી અવસ્થામાં તેને કયારેય દૂધ મળી શકે નહિ.

(૪) રૂપ કે રંગ બદલી શકતો નથી.

(૫) માથા પર મણી ધરાવતો નથી.

(૬) ક્રોસ મેટિંગ હોતું નથી

(૭) માદા હમેશા નારથી મોટી હોઈ છે.

(૮) સંગીતનું કોઈ જ્ઞાન નથી, સંગીત માણી સકતો નથી ( તેની સામે હાલતી વસ્તુ તરફ તે હલતો હોઈ છે.

(૯) ભાષાનું કોઈ જ્ઞાન ધરાવતો નથી.

(૧૦) બધા જ સાપ તરી શકે છે અને ઝાડ પર ચડી શકે છે.

(૧૧) સાપને ૨ મોઢા હોતા નથી.

(૧૨) સાપનું સરેસાસ આયુષ્ય ૨૦ વર્ષે હોઈ છે.

લોકો સુધી સાપ ની વૈજ્ઞાનિક માહિતી પહોચાડવાથી લોકો અને સાપ બન્ને બચશે.(૩૦.૪)

શ્રી વી.ડી.બાલા

પ્રમુખ, નવરંગ નેચર કલબ રાજકોટ

મો. ૯૪૨૭૫૬૩૮૯૮

સાપથી બચવા શું કરવું?

સાપ પગથી દબાય છે એટલે સાપને પીડા/વેદના આપણા પગની નીચે થાય છે તેથી તે બટકું પણ પગ પર જ ભરે છે, જો બુટ પહેરેલા હોઈ તો સાપ બટકું ભરશે, તેના દાંત બુટમાં ફસાય જાશે, સાપનું ઝેર આપના શરીર સુધી નહિ પહોચે. સાપ કરડવાના બનાવોમાં ૮૦ટકા સાપ પગ પર જ બટકું ભરતા હોઈ છે. મોટા ભાગે સાપ દબાય તો જ કરડે છે તેથી આપણે ત્યાં અનુભવના આધારે કેહવત પડી છે કે 'સાપના મોઢે સવા મણનું તાળું' હોઈ છે.

સાપથી બચવા જમીન લેવલે સુવું નહિ અને સુકું ઘાસ/બળતણ/પત્થર/ઈંટો ઉપાડવાના થાય તે પહેલા તે વસ્તુને લાકડાથી હલાવી ફેરવી અને ઉપાડવી, આમ કરવાથી હાથમાં સાપ કયારેય કરડી નહિ શકે.

બિનઝેરી સાપના નામ

ધામણ, આંધળી ચાકણ, ભમ્ફોડી, રૂપસુંદરી, રેલીયો કણો, તાંબાપીઠ, અજગર, લીલવણ, બિલ્લીસાપ, વરૂદંતી, કોમન કુકરી, શ્યામશિર, કેવાડીયો વગેરે...

(2:31 pm IST)