Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

૨૫ લાખની ચાંદીની ઠગાઇમાં જેલમાંથી પેરોલ જંપ કરનારા પિતા-પુત્ર પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણ કુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની સુચનાથી પરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઇ જે.પી. મહેતા હરપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ, બાદલભાઇ, દિગ્વીજયસિંહ જાડેજા, બકુલભાઇ વાઘેલા, ઝહીરભાઇ, હરીભાઇ, ચંદ્રકાંતભાઇ, ધીરેનભાઇ, જયદેવસિંહ, કિશોરદાન, મહંમદ અઝરૂદીન તથા ભૂમીબેન અને સોનુબેન સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઇ હરપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ, દીગ્વીજયસિંહ, બકુલભાઇને મળેલી બાતમીના આધારે રૂ. ૨૫ લાખની ચાંદીની ઠગાઇના ગુનામાં જેલમાં પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલા મુકેશ મુળજીભાઇ જેઠવા (ઉવ.૬૩) અને તેનો પુત્ર નીખીલ જેઠવા (ઉવ.૩૩) (રહે. બંને વાણીયાવાડી પાસે ગાયત્રીનગર)ને પકડી લીધા હતા.

(2:30 pm IST)