Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સોનીબજાર- પેલેસ રોડના વેપારીઓને વ્યંઢળોનો ભારે ત્રાસ ;આડેધડ ઉઘરાણા

જરૂરી પગલાં લેવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ની પોલીસને રજૂઆત

રાજકોટ : સોનીબજાર  પેલસરોડના વેપારીઓને વ્યઢળોના ત્રાસ અંગે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,દ્વારા એ ડિવિઝન પ;પોલીસમાં લેખિત રજૂઆત કરાઈ છે.જેમાં જણાવ્યા મુજબ ઉક્ત સ્થળોએ સોના ચાંદીના વેપારીઓને શોરૂમ ધારકોને લેડીઝ ગ્રાહકોંની હાજરીમાં બેફામ પણે હેરાનગતિ કરતા હોય યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે

  રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે દુકાનદીઠ 500થી 1000 રૂપિયા સુધીના આડેધડ ઉઘરાણા કરીને લેડીઝ ગ્રાહકોની હાજરીમાં નિર્લજ વ્યવહાર કરે છે  અવાર નવાર આવા ઉઘરાણા કરતા હોય  ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગ કરી છે

(12:29 pm IST)