Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જાહેરમાં તાજીયા ઉપર પ્રતિબંધ : કલેકટરનું જાહેરનામું

મહોરમના દિવસે કે કતલની રાતે જાહેર કે ખાનગી જગ્યાએ ઠંડા કે વિસર્જન કરવા ઝુલુસ કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ બે ફૂટથી ઉંચાઇ તાજીયા બનાવવા સ્થાપના કરવા કે જાહેર માર્ગ પર પરિવહન પર પાબંધી : ઘરે મનંતના તાજીયા ર ફૂટના જ સ્થાપી બંદગી કરી શકાશે : રેમ્યા મોહન

રાજકોટ,તા.૮:  રાજકોટ જિલ્લામાં મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ-તાજિયાની ઉજવણી કરાઈ છે આ વર્ષે મહોરમ-તાજિયાના સંદર્ભે કતલની રાત અને ઝુલુસ ચાંદ આધારિત આગામી તા,૩૦ અને તા, ૩૧ ના રોજ મહોરમ તાજિયાની ઉજવણી થનાર છે હાલમાં દેશમાં કોરોના મહામારી છે ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ કોઈપણ જાતના સામાજિક કે ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ દર્શાવે છે ત્યારે કલેકટર રેમ્યા મોહને જાહેરાનમું બહાર પાડીને કોઈપણ વ્યકિત મહોરમના દિવસે અને કતલની રાત્રે જાહેર કે ખાનગી જગ્યાએ ઠંડા કે વિસર્જન કરવા-ઝુલુસ કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધફરમાવાયો છે.

ઉપરાંત તાજીયા બે ફૂટથી વધારે ઊંચાઈના બનાવવાં,સ્થાપના કરવા કે વિસર્જન કરવા કે જાહેર માર્ગ પર પ્રરીવહન કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે

કોઈપણ જાહેર સ્થળ પર કે સામુહિક રીતે સોયટી મહોલ્લા,આયોજકો કે કમિટી દ્વારા જાહેરમાં તાજીયા કે આવા કોઈ અન્ય ધાર્મિક ચિન્હોની સ્થાપના અને તાજિયાની સ્થાપના માટે જાહેરમાં મંડપ,પંડાલ,ડેકોરેશન કે અન્ય કોઈ હંગામી સ્ટ્રકચર ઉભું કરવા તેમજ ધાર્મિક વિધિ માટે લાઉડ સ્પીકર કે ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે.

આ ઉપરાંત તાજીયાની સ્થાપનાં દરમિયાન જાહેરમાં કોઇ ધાર્મિક કે સામાજીક કે સાંસકૃતિક કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

આ જાહેર નામું ર સપ્ટેમ્બર સુધી અલમાં રહેશે તેમ કલેકટરશ્રીની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)