Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલના ૨ તબીબ - ૩ નર્સીંગ સ્ટાફ સહિત ૭ કોરોના પોઝિટિવ

૪ દિવસ પૂર્વે લક્ષણો જણાતા રીપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવેલ : હોમ આઇસોલેશનમાં તબિયત સ્થિર

રાજકોટ તા. ૮ : રાજકોટની પ્રથમ હરોળની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. બે તબીબ સહિત ૭ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તમામ હોમ આઇસોલેશનમાં છે.

સ્ટર્લીંગ હોસ્પિટલના સેન્ટર હેડ ડો. ઘનશ્યામે જણાવ્યું છે કે ત્રણ દિવસ પહેલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોકટર, એક સુપરવાઇઝર અને ત્રણ નર્સીંગ સ્ટાફ અને એક કેન્ટીન સ્ટાફ મળીને કુલ ૭ વ્યકિતઓને ત્રણ દિવસ પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવેલ છે. હાલમાં તેઓની તબિયત સ્થિર છે.

(11:48 am IST)