Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કોર્પોરેશન દ્વારા સ્વતંત્ર પર્વની વોર્ડ નં.૮માં ઉજવણી : કાલથી કાર્યક્રમોની વણઝાર

તરૂયાત્રા, વૃક્ષારોપણ, હસાયરો , સખીમેળો, પેવીંગ બ્લોક કામનું ખાતમુર્હુત, સર્વરોગ નિદાન કેમ્પ, બાળ તંદુરસ્તી હરિફાઇ તથા ફાયર બ્રિગેડના વાહનોની રેલી, વગેરેનું આયોજન

રાજકોટ, તા. ૮ :  મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી જુદા જુદા વોર્ડમાં કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વમાં જે-તે વોર્ડની સંસ્થાઓ, સમાજના શ્રેષ્ઠીઓ, રહેવાસીઓ વિગેરેને જોડવામાં આવે છે. આગામી તા.૧૫ ઓગષ્ટ સ્વતંત્ર પર્વ ૨૦૧૯ની ઉજવણી વોર્ડ નં.૦૮માં કરવામાં આવનાર છે. સ્વતંત્ર પર્વની ઉજવણી તા.૦૯ થી ૧૫ સુધી વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સફાઈ ઝુંબેશ, તરૂ યાત્રા, સખી મેળો, ખાતમુહૂર્ત, સ્પોર્ટ્સ કીટ વિતરણ, હસાયરો, સર્વરોગ નિદાન કેમ્પ, આંગણવાડીનાં બાળકોની સ્પર્ધા, ફાયર રેલી, બહેનોની વિવિધ સ્પર્ધાઓ તથા ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર એક સયુંકત યાદીમાં જણાવે છે કે,

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે તા.૦૯ ઓગસ્ટનાં તરૂ યાત્રાનો પ્રારંભ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવનાર છે. આ તરૂ યાત્રા દરરોજ ત્રણ વોર્ડમાં જશે. તેમજ વૃક્ષારોપણ, રોપા વિતરણ તેમજ વૃક્ષારોપણ માટે જાગૃતતા વધે તેવા પ્રયાશો કરાવામાં આવશે. સખી મંડળના બહેનોનું સખી મેળો યોજાશે. દીપ પ્રાગટ્ય ગુજરાત બાળક આયોગના ચેરમેન જાગૃતિબેન પંડયાનાં હસ્તે થશે.

તા.૧૦નાં રોજ નાનામવા રોડ પર આરોગ્ય કેન્દ્રના પ્રથમ માળનું, આમ્રપાલી ફાટક પાસેથી હનુમાન મઢી સુધી પેવિંગ બ્લોકનું તેમજ સોજીત્રાનગર વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનાં હસ્તે થશે. તેમજ વોર્ડ નં.૦૮માં આવેલ જુદી જુદી રમત-ગમ્મતને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ કીટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેનું દીપ પ્રાગટ્ય રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે કરાશે. તેમજ હસાયરોનું દીપ પ્રાગટ્ય જાણીતા ઉદ્યોગપતિ ભીખાભાઈ વિરાણીના હસ્તે થશે. તા.૧૧નાં રોજ તંદુરસ્ત શરીર માટે સર્વરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે થશે. તા.૧૩નાં રોજ બાળ તંદુરસ્તી હરીફાઈનું દીપ પ્રાગટ્ય જાણીતા તબીબ ડો. જયેશભાઈ સોનવાણીના હસ્તે થશે. તા.૧૪નાં રોજ ફાયરબ્રિગેડનાં વાહનોની રેલીનું પ્રસ્તાન સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે થશે. તેમજ બહેનોની વિવિધ સ્પર્ધાનું દીપ પ્રાગટ્ય બાન લેબ્સના સોનલબેન ઉકાણીના હસ્તે થશે. તા.૧૫ ઓગષ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

આ તમામ કાર્યક્રમોમાં સાસંદ, ધારાસભ્ય, શહેર સંગઠનના સભ્ય, સમાજના શ્રેષ્ઠીઓ, વિગેરેને જોડવામાં આવનાર છે.

સ્વતંત્ર પર્વની ઉજવણી શાનદાર થાય તે માટે પદાધિકારીશ્રીઓ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં.૦૮નાં કોર્પોરેટર અને પ્રદેશ મંત્રી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર રાજુભાઈ અદ્યેરા, જાગૃતિબેન દ્યાડીયા, જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, ગાર્ડન વિભાગ ચેરમેન વિજયાબેન વાછાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, રદ્યુભાઈ ધોળકિયા, વોર્ડ નં.૦૮નાં પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી.એમ પટેલ, મહામંત્રી કાથડભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડીયા, નિદાન કેમ્પ બાળ તંદુરસ્તી હરીફાઈ, બહેનોની વિવિધ સ્પર્ધા, વિગેરે કાર્યક્રમ માટે વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, અલ્કાબેન કામદાર, રીટાબેન સખીયા, જયોતિબેન લાખાણી, હર્ષિદાબેન પટેલ, સંબધક અધિકારીઓ વિગેરે તમામ કાર્યક્રમો સફળ બનાવવા જેહમત ઉઠાવી રહેલ.

વોર્ડ નં. ૮માં બહેનો માટે વિવિધ હરિફાઇઓ યોજાશે

રારાજકોટ, તા.૮ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૦૮માં હરીહર હોલ, હરિહર સોસાયટી, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલપંપ પાછળ, રાજકોટ ખાતે બહેનોમાં રહેલ સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે સાડી પરિધાન હરિફાઈ રેટ્રોથીમ, મહેંદી  હરીફાઈ તથા ફરાળી વાનગી હરીફાઇનું તા.૧૪ ઓગસ્ટ બુધવારનાં રોજ આયોજન કરવામાં આવેલ છે. આ વિવિધ હરીફાઇમાં માત્ર બહેનો જ ભાગ લઇ શકશે. જયારે સાડી પરિધાન હરીફાઈમાં ૧૭ થી ૨૫ વર્ષની ઉમરના બહેનો ભાગ લઇ શકશે. આ અંગેના ફોર્મ વોર્ડ ઓફીસ વોર્ડ નં.૮, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, વોર્ડ નં.૧૧, નાના માવા મલ્ટી એકટીવીટી સેન્ટર ખાતે પાણીના ટાંકા સામે, તથા અમીનમાર્ગ સિવિક સેન્ટર ખાતે તા.૧૩ ઓગસ્ટના રોજ ૧૦ૅં૩૦ થી ૦૬ૅં૦૦ કલાક સુધી મળી શકશે. આ વિવિધ હરીફાઈમાં પ્રથમ પાંચ વિજેતાને પુરસ્કાર તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.   

  આ વિવિધ હરીફાઈઓમાં બહોળી સંખ્યામાં બહેનો ભાગ લેવા  રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય તથા શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમીતીના ચેરમેન શ્રીમતિ રૂપાબેન શીલુ દ્વારા અનુંરોધ કરવામાં આવે છે.

વોર્ડ નં. ૮માં ૧૫ ઓગષ્ટ  ઉજવણી અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની  માહિતીઃ કયારે કઇ સ્પર્ધા

ક્રમ

કાર્યક્રમની વિગત

કાર્યક્રમનું સ્થળ

કાર્યક્રમની તારીખ

કાર્યક્રમનો સમય

૦૧

સફાઈ ઝુંબેશ

વોર્ડ નં.૦૮ની વોર્ડ ઓફીસ

૦૯/૦૮/૨૦૧૯ (શુક્રવાર)

સવારે ૦૮:૩૦

૦૨

તરૂ યાત્રા (વૃક્ષારોપણ)

સૌરભ બંગલાની બાજુનો બગીચો, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ.

૦૯/૦૮/૨૦૧૯ (શુક્રવાર)

સવારે ૦૯:૩૦

૦૩

સખી મંડળના બહેનોનો સખી મેળો

વેસ્ટઝોન (વોર્ડ નં.૦૬) સૌરાષ્ટ્ર હાઈસ્કુલ પાસે.

૦૯/૦૮/૨૦૧૯ (શુક્રવાર)

સાંજે ૦૫:૦૦

૦૪

વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત

સોજીત્રા નગર

૧૦/૦૮/૨૦૧૯(શનિવાર)

સવારે ૦૯:૦૦

૦૫

પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત

આમ્રપાલી ફાટક પાસે.

૧૦/૦૮/૨૦૧૯(શનિવાર)

સવારે ૦૯:૩૦

૦૬

આરોગ્ય કેન્દ્રના પ્રથમ માળનું ખાતમુહૂર્ત

નાનામવા રોડ

૧૦/૦૮/૨૦૧૯(શનિવાર)

સવારે ૧૦:૦૦

૦૭

સ્પોર્ટ કીટ વિતરણ

સોજીત્રા નગર પાણીનો ટાંકો, રૈયા રોડ.

૧૦/૦૮/૨૦૧૯(શનિવાર)

સવારે ૧૦:૧૫

૦૮

હસાયરો

માયાણી ચોક

૧૦/૦૮/૨૦૧૯(શનિવાર)

રાત્રે ૦૯:૦૦

૦૯

સર્વરોગ નિદાન કેમ્પ

પટેલ બેચરભાઈ અકબરી શાળા નં.૪૭, લક્ષ્મીનગર મેઈન રોડ.

૧૧/૦૮/૨૦૧૯(રવિવાર)

સવારે ૦૯: ૦૦

૧૦

આંગણવાડીના બાળકોની સ્પર્ધા

શાળા નં. ૪૭

૧ર/૦૮/ર૦૧૯ (સોમવાર)

 

૧૧.

બાળ તંદુરસ્તી હરિયાઇ

હરિહર હોલ, કાલાવડ રોડ

૧૩/૦૮/ર૦૧૯ (મંગળવાર

બપોરે ૦૪:૦૦

૧ર

ફાયર રેલી પ્રારંભ

મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ

૧૪/૦૮/ર૦૧૯

બપોરે ૦પઃ૦૦

૧૩.

બહેનોની વિવિધ સ્પર્ધા

હરિહર હોલ, કાલાવાડ રોડ

૧૪/૦૮/ર૦૧૯(બુધવાર)

સાંજે ૦પઃ૩૦

(4:32 pm IST)