Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મોઢ વણિક જ્ઞાતિના વિવાહ બંધનના શેતુ બનતા લીંબડી મોઢ વણિક જ્ઞાતીના પ્રમુખ દિપકભાઇ કલ્યાણીનું સન્માન

રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લાના નાના ગામ અંકેવાળીયામાં જન્મનાર દિપકભાઇ અંબાલાલ કલ્યાણી પ્રાથમીક અભ્યાસ પૂર્ણ કરી લીંબડીમાં સ્થાયી થઇ પોતાના બીઝનેસ સાથે સાથે સમાજ સેવાના ભાગરૂપે મોઢ વણિક જ્ઞાતીના યુવક યુવતીનાં વિવાહ બંધન માટે કાર્ય આરંભ્યો અને ત્રણ દાયકામાં ૧૬૯ વૈવિશાળ કરાવી આપ્યા અને તાજેતરમાં લીંબડી મોઢ વણિક જ્ઞાતિના પ્રમુખ તરીકે વરણી થયે તેમની સેવાને બીરદાવવા વિવિધ વ્યકિતઓ તથા મંડળોમાં રાજકોટના મોઢ વણિક સમાજ, મોઢ વણિક મિત્ર મંડળ, જયસુખભાઇ કલ્યાણીની પોૈત્રી કિશાનીના  લગ્ન જાજરમાન પ્રસંગ પર સર્વ જ્ઞાતિ બંધુની ઉપસ્થિતીમાં અશ્વિનભાઇ પટેલ દ્વારા, મુંબઇ ડોમ્બીવલી મંડળ, મોઢ વણિક સમાજ, નારણપુરા મિત્ર મંડળ-અમદાવાદ, મોઢ મહોદય શતાબ્દિ વર્ષ નિમીતે સુરેન્દ્રનગર ખાતે, ફેડરેશન મોઢ વણીક સમાજના ચેરમેન ચિમનભાઇ શાહ અમદાવાદ તરફથી લીંબડી મોઢ વણિક મહાજન, સુરૈન્દ્રનગર મોઢ વણિક મહાજન રાજકોટ અશ્વિનભાઇ પટેલના નિવાસ સ્થાને બ્રેકફાસ્ટ મીટીંગ સમયે તથા મોઢ મહોદયના કારોબારી સભ્ય કિરીટભાઇ પટેલના નિવાસ સ્થાને રાજકોટ જ્ઞાતિ મીટીંગમાં જસદણના અગ્રણી પત્રકાર ધર્મેશભાઇ કલ્યાણી તથા એક આગવી પહેલનાં ભાગરૂપે જયસુખભાઇ કલ્યાણીએ પોતાની પોૈત્રી ચી. કિશાની રાકેશભાઇનું સગપણ શ્રી દિપકભાઇ કલ્યાણીની મધ્યસ્થીથી થયેલ. જનરલી આ વ્યકિત હસ્તક થયું તે કહેવામાં દરેક વ્યકિત સંકોચ અનુભવતા હોય, પણ શ્રીમતી જયસુખભાઇએ ખુલ્લા મને સર્વે જાનૈયા, માંડવીયાની ઉપસ્થિતીમાં જાજરમાન લગ્નોત્સવમાં જાહેરમાં મધ્યસ્થી બની સગાઇ કરાવનારનું શાલ ઓઢાડી સન્માન કરેલ. સાથે સાથે અશ્વિનભાઇ પટેલે પણ સન્માન સાથે શાલ ઓઢાડેલ. દિપકભાઇ કલ્યાણી (મો.નં. ૯૮૨૫૭ ૬૫૩૮૦) એ નવદંપતિને આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવેલ. ઉપરોકત તસ્વીરમાં દશ્યમાન ઉપરોકત ફોટામાં સન્માન કરતા અશ્વિનભાઇ પટેલ, નવનીતભાઇ કલ્યાણી, કીરીટભાઇ પટેલ, રાજુભાઇ ભાડલીયા, વરૂણભાઇ પટેલ, તીર્થ વી. પટેલ, અશોકભાઇ ભાડલીયા, જયસુખભાઇ કલ્યાણી તસ્વીરમાં દશ્યમાન થાય છે.

(4:19 pm IST)