Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પિત્ઝાના ડિલીવરીબોય ખંઢેરીના રાહુલને હોર્ન વગાડવા મામલે રાજકોટમાં કડાથી ફટકારાયો

યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોકમાં બનાવઃ હુમલાખોરની બાઇક નંબરને આધારે તપાસ

રાજકોટ તા. ૮: પડધરીના ખંઢેરી સ્ટેડિયમ નજીક શિવપુરા ગામે રહેતાં અને રાજકોટ કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાસે ડોમિનોઝ પિત્ઝામાં ડિલીવરીબોય તરીકે કામ કરતાં રાહુલ ગોપાલભાઇ ડોડીયા (કારડીયા રજપૂત) (ઉ.૨૧)ને યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોકમાં મહિલા આઇટીઆઇ પાસે બાઇક નં. જીજે૩કેબી-૯૩૫૭ના ચાલકે ઝઘડો કરી હાથમાં પહેરેેલા કડાથી માથામાં માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. રાહુલના કહેવા મુજબ પોતે નિલ સિટીમાં પિત્ઝાની ડિલીવરી આપીને પરત આવી રહ્યો હતો ત્યારે બાઇક નં. ૯૩૫૭ના ચાલકે ઓવર ટેઇક કરતાં તેણે બાઇકનું હોર્ન વગાડતાં એ બાઇકના ચાલકે 'કેમ હોર્ન વગાડે છે?' કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે બાઇક નંબરને આધારે તપાસ હાથ ધરી છે.

(1:33 pm IST)