Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

બપોર પછી અસર વર્તાવા લાગશેઃ વાદળો છવાશે, જોરદાર પવન ફૂંકાશે

ડીપડીપ્રેશન પૂર્વ એમ.પી.સુધી પહોંચ્યું, પહેલા દક્ષિણ તરફ જશે બાદ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લેશેઃ ત્રણ દિ'મુશળધાર વરસશે, કોઈ- કોઈ જગ્યાએ તો મેઘાનો આતંક જોવા મળશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૮: વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. આ વખતે સૌરાષ્ટ્ર- કચ્છવાસીઓને ધરવી દેશે તેવો વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રીક વરસાદની આગાહી કરવામાં આવી છે. ડીપડીપ્રેશન પૂર્વ એમ.પી. સુધી પહોંચ્યુ છે. આ સિસ્ટમ્સ સૌપ્રથમ દક્ષિણ તરફ મૂવ કરશે ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર આવશે. આ સિસ્ટમ્સ ઝડપથી આગળ વધશે. આજે બપોર પછી અસરવરતાવા લાગશે. વાદળો છવાશે સાથોસાથ તોફાની પવન પણ ફૂંકાશે.

 

હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે ડીપડીપ્રેશન પૂર્વ એમ.પી.સુધી પહોંચ્યું છે. આ સિસ્ટમ્સ ગુજરાત બાજુ ઝડપથી આગળ વધશે. બપોર બાદ અસર દેખાવા લાગશે. તા.૯, ૧૦ ઓગષ્ટ સાર્વત્રીક વરસાદ પડશે. કોઈ- કોઈ જગ્યાએ તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ સિસ્ટમ્સ સૌપ્રથમ દક્ષિણ તરફ ગતિ કરશે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરશે. લગભગ બધા ભાગો કવર કરી લેશે. જો કે અમરેલી જિલ્લામાં થોડા ઓછા વરસાદની શકયતા છે. જો કે આ સિસ્ટમ્સ એવી મજબૂત છે કે આ વખતે તમામ શહેરોમાં જોરદાર વરસાવી જશે.

(12:09 pm IST)