Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

હોસ્પિટલ ચોકમાંથી બેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્પિટલ ચોક જુના ખટારા સ્ટેન્ડ તરફ જતાં રોડ પરથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ ટી.આર. બુહાએ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના કોઇ વાલીવારસ, પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવો. મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે.

(11:50 am IST)