Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટમાં સ્પા સેન્ટરમાંથી મળેલી ૪પમાંથી ૭ યુવતીઓઅે સેક્સ ચેન્જ કરાવ્યુ હોવાનું ખુલ્યુઃ રાજકોટના અનેક યુવકો વિચારતા થઇ ગયા કે ક્યાંક મારીવાળી તો અે નહોતી ને !

રાજકોટઃ 'અમે તો ભારે છેતરાયા....' આવું જ કંઇક રાજકોટના યુવકોની કહેવું છે. થોડા મહિનાઓથી રાજકોટના યુવાઓને વિદેશ યુવતીઓ પાસે બોડી સમાજ કરાવવાનું ઘેલું લાગ્યું હતું. રવિવારે શહેરમાં વિવિધ સ્પા અને મસાજ પાર્લર પર પોલીસના દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 45 જેટલી વિદેશી યુવતીઓની ધરપકડ કરી હતી.

તપાસ બાદ હવે માલુમ પડ્યું છે કે આ 45માંથી 7 યુવતી એવી છે જેણે સેક્સ ચેન્જ (લિંગ પરિવર્તન) કરાવ્યું હતું. તેનો જન્મ છોકરા તરીકે થયો હતો પરંતુ બાદમાં ઓપરેશન કરાવીને તે છોકરામાંથી છોકરીઓ બની હતી. આ સમાચાર મીડિયામાં આવતા જ બોડી મસાજનો લાભ લેનાર રાજકોટના અનેક યુવકો વિચારતા થઈ ગયા છે કે ક્યાંક મારી વાળી તો એ ન્હોતી ને...?

છેલ્લા એક બે વર્ષથી રાજકોટમાં સ્પાનું ચલણ ખૂબ વધ્યું હતું. અહીં બિલાડીની ટોપની જેમ સ્પાની હાટડીઓ ખુલી ગઈ હતી. પોલીસને એવું આશંકા હતી કે આ સ્પામાં કામ કરનારી વિદેશી યુવતીએ ગેરકાયદે ભારતમાં આવીને કામ કરી રહી છે. તેમજ સ્પામાં બીજા ગોરખધંધા પણ ચાલી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને જ રવિવારે એકસાથે આખા શહેરમાં સ્પા સેન્ટર્સ પર દરોડા કરવામાં આવ્યા હતા.

સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે અટકાયત કરી હતી. તેમજ તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આ યુવતીએ ગેરકાયદે રીતે ભારતમાં રહીને સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી.

અમુક યુવકોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આજથી બે-ત્રણ વર્ષ પહેલા રાજકોટના અસંખ્ય યુવકો સ્પા અને સમાજ પાર્લર માટે અમદાવાદ સુધી લાંબા થતા હતા. પરંતુ હવે ઘર આંગણે જ એટલે કે શહેરમાં જ વિદેશીઓ યુવતીઓ પાસે સ્પા અને મસાજનો આનંદ મળી રહે છે. આજ કારણે અહીં બિલાડીની ટોપની જેમ સ્પા ફૂટી નીકળ્યા હતા.

(7:03 pm IST)