Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રેસકોર્ષ રીંગ રોડ પરની લગડી ઝૂપડપટ્ટી બાવળીયાપરાને પીપીપી યોજના હેઠળ બિલ્ડરને વેચી નખાશે : ટેન્ડરો પ્રસિદ્ધ કરવા નિર્ણય

રાજકોટ : આજે બપોરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી પીપીપી આવાસ યોજના કમીટીએ રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ મોકાની જગ્યાએ ઉભેલી ૧૦ હજાર ચો.મી. જમીન ધરાવતી બાવળીયાપરા ઝુપડપટ્ટીના સ્થળે પીપીપી ધોરણે આવાસ યોજના બનાવવા માટે આ જમીન ટેન્ડરો પ્રસિદ્ધ કરી બિલ્ડરને વેચવાનો નિર્ણય લેવાયો હતો ઃ આ ઉપરાંત સાધુ વાસવાણી રોડ ઉપર નટરાજનગર મફતીયાપરામાં પીપીપી યોજના હેઠળ ખાલી થયેલ પ્લોટમાં બિલ્ડરને ૩ની એફએસઆઈ જંત્રીદળના ૧૦% લેખે વેચાતી આપવાનો નિર્ણય પણ આ કમીટીમાં લેવાયો હતો

(5:48 pm IST)