Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કલોલની હાલવેલ કંપની મુલાકાતે હોમીયોપેથી કોલેજના છાત્રો

રાજકોટ : ગાર્ડી વિદ્યાપીઠ સંચાલીત લલીતાબેન રમણિકલાલ શાહ હોમીયોપેથી કોલેજના પ્રથમ વર્ષ BHMS  ના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તેમના ટીચીંગ ફેકલ્ટી સાથે હોમીયોપેથી દવા (ઓૈષધીઓ) બનાવતી ફાર્મસીની મુલાકાત લીધી હતી. હાઇવેલ ઇન્ટરનેશનલને એ ગુજરાત સરકાર માન્ય GMP  યુનિટ છે. વિદ્યાર્થીઓને અંહિ રો-મટિરીયલ એકત્ર કરવાની વિવિધ પધ્ધતીઓ દર્શાવાય હતી. તેમને એકસ્ટ્રેકટ કેવી રીતે છુટ્ટા પાડવા તેની રીત દર્શાવી હતી. તેમાંથી હોમીયોપેથી દવા કેવી  રીતે બનાવાય છ ેતે કંપનીના અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત ઘણું શિખવનારી હતી. તેમણે દવાઓ કેવી રીતે બને છે તે પહેલી વખત નિહાળ્યું હતું અંતમાં કંપની તરફથી વિદ્યાર્થીઓ અનેે ફેકલ્ટીઓને નાની હોમીયોપેથી મેડિસીન કીટ કે જેમાં ઇમરજન્સી સારવાર માટેની દવાઓ સામેલ હતી, તે આપવામાં આવી હતી. એજયુકેશન ટુરનું આયોજન ગાર્ડી વિદ્યાપીઠ સંચાલીત લલીતાબેન રમણિકલાલ શાહ હોમીયોપેથી કોલેજના  ફેકલ્ટીઓ  ડો. નિશાંત પંડયા, ડો. કેતન હિરાણી, ડો.શીવકુમારી વર્મા, ડો. ડિમ્પલ હરસોરા, ડો. દ્રષ્ટી ઉપાધ્યાય  દ્વારા આયોજીત કરાઇ. એકેડમીક ટુરના સફળ આયોજન  બદલ ચેરમેન ડી.વી.મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર  જય મહેતા અનેકોલેજના પ્રિન્સીપાલ ડો. અરવિંદ જે. ભટ્ટ સમગ્ર આયોજક ટીમ અને વિદ્યાર્થીઓને અભિનંદન  પાઠવ્યા હતા.

(4:07 pm IST)