Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

માંડાડુંગર આજી ડેમ ચોકડી જૈન દેરાસર પાસે વિસ્તારમાં મેટલીંગ રસ્તા કામનો પ્રારંભ કરાવતા મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા

 રાજકોટ : શહેરના આજી ડેમ નજીક આવેલ માંડાડુંગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે વિસ્તારમાં મેટલીંગ રોડનાં કામનો પુરજોશથી પ્રારંભ થયેલ. તે પ્રસંગની તસ્વીર. રાજકોટ મહાનગરપાલીકા ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીની ઉપસ્થિતીમાં બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાદડીયાના હસ્તે આ શુભ વિકાસલક્ષી કાર્યનો પ્રારંભ થતા લત્તાવાસીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળેલ હતી. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડ ભાજપ અગ્રણી મનસુખભાઇ જાદવ, ઘનશ્યામભાઇ કુંગશીયા, દુષ્યંતભાઇ સંપટ, જગાભાઇ રબારી, વિરમભાઇ રબારી, જીગાભાઇ સગર, મગનભાઇ સોલંકી, સંજયપુરી ગોસ્વામી, કલ્પેશભાઇ મેટાળીયા, નરેશભાઇ મકવાણા, ધનંજયભાઇ (ભાષા ભાષી સેલ), રાયધનભાઇ આહીર (ચાવડા), નાથાભાઇ કોઠીયા, અમુભાઇ મોલીયા, પિન્ટુભાઇ રાઠોડ, જેઠાભાઇ સાંબડ, મનીષાબેન માલકીયા, કીન્દ્રીબેન ચૌહાણ, નીતિનભાઇ દૂધાતરા, પરેશભાઇ પીપળીયા વિગેરે તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:05 pm IST)