Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ટાંક પરિવારના સહયોગથી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 દેવાંશ સંદિપભાઇ ટાંક, પ્રાંચી સંદિપભાઇ ટાંક, આર્યા સંદિપભાઇ ટાંકના જન્મદિવસ નિમિતે કાંતિભાઇ ટાંક પરિવાર દ્વારા રણછોડદાસજીબાપુ હોસ્પિટલ ખાતે આંખના મોતિયાના ઓપરેશનનો શહેરને મોતિયા વિહીન કરવાના સંકલ્પ પૈકી ૪૨ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં ૩૦૩ દર્દીઓએ દિવ્ય ગુરૂદ્રષ્ટિ મેળવી હતી. નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવ્યા હતા.

(4:05 pm IST)