Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે વોર્ડ નં.૭માં સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ, તા.૮: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ની શાનદાર ઉજવણીના ભાગરૂપે કાલે તા.૦૯ના રોજ સવારના ૦૯:૩૦ કલાકે શાળા નં.૧૧, નાની રાષ્ટ્રીય શાળા, રાષ્ટ્રીય શાળા મેઈન રોડ, રાજકોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ આરોગ્ય નિદાન કેમ્પમાં સ્ત્રી રોગ, બાળ રોગ, હૃદય રોગ, ડાયાલીસીસ, કીડની વિગેરેના નિષ્ણાંત ડોકટરોની ટીમ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લેબોરેટરીની તપાસ તથા દવા વિનામૂલ્યે આપવામાં આવશે.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય હાજર રહેશે. કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહન ભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાષ્ટ્રીય મંત્રી અનુસૂચિત જાતિ મોરચો ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડાઙ્ખ. અમિતભાઈ હાપાણી ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, પ્રભારી વોર્ડ નં.૭ સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ વોર્ડ નં.૭ જીતુભાઈ સેલારા, મહામંત્રી વોર્ડ નં.૭ કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, કોષાધ્યક્ષ શહેર ભાજપ અનિલભાઈ પારેખ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શેર ભાજપ મહિલા મોરચો મહામંત્રી પુનીતાબેન પારેખ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લિંબડ, સમાજના અગ્રણી અરૂણભાઈ સોલંકી, ભલુભાઈ લોધા, સુરેશભાઈ લોધા, ભાજપ અગ્રણી નટુભાઈ ચાવડા, વિનોદભાઈ જરોલી, મધુભાઈ પાંઉ તેમજ રમેશભાઈ જોટાંગીયા હાજર રહેશે.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા તેમજ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ચેરમેનશ્રી સ્ટેન્ડીંગ કમિટી ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.

(3:56 pm IST)