Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સામાકાઠે ન્યુ રાજકોટ માંથી ૧૯ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૧૮ હજારનો દંડ

રાજકોટ, તા.૮: ''સ્વચ્છ  ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી  કોઇ૫ણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંદ્ય ફરમાવેલ છે.

જે અનોય વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન હેઠળ વિસ્તારમાં સોલીડ વેસ્ટ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ આ  ચેકીંગ દરમ્યાન ખાતેના અમીન માર્ગ, કોટેચા મે. રોડ, નંદનવન મે. રોડ, ઉમીયા ચોક, ખીજડાવાળો રોડ, બાલાજી હોલ ચોક, સત્યસાંઇ રોડ, લાખના બંગ્લા રોડ, ટેલીફોન એક્ષચેન્જ રોડ, પેડક રોડ, સંત કબિર રોડ  ૫ર આવેલ  માવા દુકાનો દ્વારા પાન માવા પ્લાસ્ટીક વ૫રાશ કરવામાં આવતા સહિતના ૭૪ પાન માવા દુકાનદ્યારકો પાસેથી પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. આ કામગીરી મ્યુ. કમિશ્નર સાહેબના આદેશ અન્વયે ઇસ્ટ  ઝોન બંછાનિધીની કમિશ્નર ચેતન ગણાત્રા  માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા, રાકેશ શાહ ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા પીયુષ ચૈાહાણ, સંજયભાઇ દવે, મૈાલેશ વ્યાસ, મનોજ વાદ્યેલા, કૈાશીક દ્યામેચા, તથા એેસ.એસ.આઇ વિશાલભાઇ મયુરભાઇ, ભાવેશભાઇ, નિતીનભાઇ, નીલેશભાઇ તથા નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર  જીજ્ઞેશ વાદ્યેલા,  વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ.  ડી. કે. સીંધવ,  ડી. એચ. ચાવડા, એમ. એ. વસાવા,   પ્રફુલ ત્રીવેદી, એન. એમ. જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા,  પ્રશાંત વ્યાસ,  એચ. એન. ગોહિલ,  એ. એફ. પઠાણ,  ભરત ટાંક,   અશ્વિન વાદ્યેલા તથા  જય ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.(૨૨.૧૫)

(3:49 pm IST)