Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અભિલેખાગાર કચેરીમાં સ્ટાફના અભાવે ૧૯૦૦થી વધુ ખરી નકલો પેન્ડીંગઃ પ્રશ્ન ઉકેલવા બારની માંગણી

વકીલોને પડતી મુશ્કેલી નિવારવા તાકીદ કાર્યવાહી કરવા વકીલ મંડળની રજૂઆત

રાજકોટ, તા. ૮ :. રાજકોટ બાર એસોસીએશન દ્વારા રાજકોટ શહેરના અભિલેખાગાર કચેરીમાં સ્ટાફના અભાવે છેલ્લા ૨.૫ (અઢી) વર્ષથી આશરે ૧૯૨૬ જેટલી ખરી નકલની અરજી પેન્ડીંગ હોવાથી ખરી નકલ આપવાનું બંધ થયેલ હોય જેથી સત્વરે પ્રશ્નનો નિકાલ કરવા તેમજ તાકિદે કચેરીમાં સ્ટાફ મુકવા અંગે બાર એસો.એ રજુઆત કરેલ છે.

રાજકોટ બાર એસો. દ્વારા રાજકોટ શહેરમાં સરકારી પ્રેસની બાજુમાં આવેલ અભિલેખાગાર કચેરીમાં કુલ ૧૯ના મહેકમ સામે ૧૨ જગ્યા ખાલી હોવાના કારણે અરજદારોને રાજાશાહી વખતના લેખની ખરી નકલો સદરહુ કચેરીમાંથી એપ્રીલ ૨૦૧૬થી જુલાઈ ૨૦૧૮ સુધીના સમયગાળામા અરજદારો દ્વારા આશરે ૧૯૨૬ જેટલી અરજીઓ કરેલ છે જે પેન્ડીંગ હોવાના કારણે બેન્ક લોન, ટાઈટલ ટાઈટલ સંબંધે અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે. ઘણી વખત ખરી નકલ ન આવવાના કારણે જમીન, મકાનના સોદાઓ કેન્સલ થાય છે. સદરહુ કચેરીમાં હાલ કોઈપણ જાતનો સ્ટાફ ઉપલબ્ધ નથી અને અન્ય વિભાગના વ્યકિતને ફકત અરજી સ્વીકારવા અંગેની કામગીરી સોંપેલ. આમ આ કચેરીના કોઈપણ જાતના સ્ટાફના અભાવે ખરી નકલો તૈયાર કરવી શકય નથી.

રાજકોટ બાર એસોસીએશન દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે સદરહુ કચેરીમાં જે તે સમયે કાઠીયાવાડ એજન્સીનું સાહિત્ય જયપુર (રાજસ્થાન) ખાતે ટ્રાન્સફર થયેલ હોય જેની નકલનો સદરહુ કચેરી જવાબ આપવામાં પણ તેની ફી પેટે રૂ. ૪૫૦ (અંકે રૂ. ચારસો પચાસ) જેટલી મોટી રકમ વસુલ કરે છે. તેમજ જ્યારે ખરી નકલની કાર્યવાહી ચાલુ હતી ત્યારે અમુક સાહિત્ય જયપુર (રાજસ્થાન) ખાતે મોકલેલ હોય જેથી આ કચેરીએ આપની અરજીમાં કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. તે પ્રકારનુ સાદુ લખાણ કરી તે પ્રકારનો દાખલો આપે જેથી લોકોને કચેરી દ્વારા વસુલાત કરાતી ખોટી રીતે જે ફી વસુલ કરે છે તે ફી અંગે સદરહુ કચેરીને સાદો દાખલો આપીને લોકોને ભરવી પડતી ફી અંગે પણ આપશ્રી દ્વારા તાકીદે યોગ્ય ઘટતુ કરવા રજુઆત કરેલ.

ઉપરોકત કચેરીમાં જુનીયર કલાર્ક, સીનીયર કલાર્ક તેમજ સંશોધન મદદનીશ વિના નકલ મેળવી શકાતી ના હોય અને અરજીનો ભરાવો થતા રહેતો હોય અને અરજદાર તથા વકીલોને કચેરીના ધક્કા થતા હોય, આજદિન સુધી ઉપરોકત બાબતે કોઈપણ જાતના પગલા લેવામાં આવેલ નથી.

આમ ઉપરોકત બાબતે રાજકોટ બાર એશોસીએશન દ્વારા સરકારશ્રીના જુદાજુદા વિભાગોમાં પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે તેમજ આ પ્રેસનોટથી જાણ કરવામાં આવે છે કેે રેવન્યુ તથા અન્ય કોર્ટ-કચેરી ને લગતા કોઇપણ પ્રશ્નો હોય તો વકીલશ્રીઓએ રાજકોટ બાર એશોસીએશનમાં લેખીતમાં પોતાના પ્રશ્નો રજુ કરવા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અનીલભાઇ આર. દેસાઇ, ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી દિલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્વીનભાઇ ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરી જતીનભાઇ ઠક્કર તથા કારોબારી સભ્ય સર્વે સંદીપભાઇ વેકરીયા, અજયભાઇ પીપળીયા, નીશાંતભાઇ જોશી, રોહીતભાઇ ધીઆ, સંજયભાઇ  જોશી, કોૈશીકભાઇ વ્યાસ, ગોૈરંાગભાઇ માંકડ, એન્જલ સરધારા, મીનાક્ષીબેન ત્રિવેદી ની યાદીમાં જણાવવામાં આવેલ છે.(૨-૧૪)

(3:46 pm IST)