Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કોટક સ્કુલનો છાત્રાઓએ કોઠા સુઝ દ્વારા સમસ્યાનો ઉકેલ આપ્યો

ઢોર પકડ વાહન અંગે છાત્રાઓનુ સુચન

રાજકોટ તા. ૮ : કોટક સ્કુલની છાત્રાઓને શિક્ષણની સાથે સાથે જીવનમાં જોવા મળતી રોજ બરોજની સમસ્યાઓનો ઉકેલ 'કોઠા સુઝ' દ્વારા કેવી રીતે મેળવી શકાય તેવુ વૈજ્ઞાનિક અને સામાજીક વાતાવરણ સ્કુલના પ્રિન્સીપાલ ડો. માલાબેન કુંડલીયા પુરુ પાડવા માટે હંમેશા તત્પર રહે છે.

એક ્પ્રોજેકટ  માલધરાી સમાજની ધો. ૯માં અભ્યાસ કરતી (૧) પાયલ ધ્રાંગીયા (૨) રિધ્ધી ચાવડીયા દીકરીઓને  રજુ કરેલો.

કોર્પોરેશનની ઢોર પકડવાની ગાડીની ટ્રોલીમાં જ્યારે ઢોરને પુરી દેવામાં આવે છે. ત્યારે ટ્રોલીમૉ ઢોરને  ઉભવામાં કષ્ટ સહન કરવુ પડે છે. ટ્રોલીમાં જો ઢોર મુત્ર કરે કે પોદળા કરે ત્યારે ટ્રોલી લપટણી થઇ જાય છે. ચોમાસામાં  વરસાદ હોય ત્યારે  પણ આવી જ સ્થિતી  સર્જાય છે. ઘણી વખત ઢોર ફસાઇને નીચે બેસી જાય છે. વળી જો કોઇ ઢોર (ગાય) ગર્ભવતી હોય તો  વધારે દુઃખ સહન કરવુ પડે છે.  ગાડી ચાલતી હોય ત્યારે  ઢોરને ધડકા લાગે છે. આ  બધી દુઃખ દાયક  સમસ્યાઓને દુર કરવા  માટે ટ્રોલીમાં  જરૂર મુજબની રેતી અથવા ટાઇચ ભરી દેવામાં આવે તો ઉકેલ મળી શકે તેમ છે. લોક વિજ્ઞાન કેન્દ્ર - રાજકોટ કોટક સ્કુલની દિકરીઓએ રજુ કરેલા આ સરળ ઉપાયને સ્વીકારીને અભિનંદન પાઠવેલા છે.

જીવદયા પ્રેમી મિતલભાઇ ખેતાણીએ અને  માલધારી સમાજના (૧) વિક્રમભાઇ ચાવડીયા તથા દિનેશભાઇ ધ્રાંગીયા એ પણ આ વિચારને આવકારીને  દિકરીઓને અભિનંદન પાઠવેલા  છે.  છાત્રાઓને જરૂરી માર્ગર્શન વિજ્ઞાન શિક્ષક  અશ્વિનભુવાએ પુરૂ પાડેલુ (૧૭.૬)

(3:40 pm IST)