Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

એક ટેણીયાને ઠપકો મળતાં અને બીજો માતા-પિતાના ઝઘડાથી કંટાળી ભાગી નીકળ્યો'તો રેલ્વે સ્ટેશનેથી મળેલા બે સગીરોનું વાલીઓ સાથે પુનઃસ્થાપન કરાવાયું

ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ દ્વારા બાળકો મળતાં જીલ્લા સમાજ સુરક્ષા કચેરી અને બાળ સુરક્ષા એકમ દ્વારા કાર્યવાહીઃ બંને બાળકો ભાગી નીકળી ટ્રેનમાં બેસી ગયા'તા

રાજકોટઃ ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ દ્વારા બે બાળકો રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશને ટ્રેનમાં શંકાસ્પદ હોવાની માહિતી મળતાં જીલ્લા સમાજ સુરક્ષા કચેરી રાજકોટ અને બાળ સુરક્ષા એકમ દ્વારા આ બાળકોનું તેના વાલીઓ સાથે પુનઃસ્થાપન કરાવાયું છે. ૭મીએ રેલ્વે પોલીસ અને ચાઇલ્ડ લાઇન દ્વારા બે બાળકો માતા-પિતાથી ભાગીને ટ્રેનમાં બેસી ગયાની જાણ થતાં સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, મીત્સુબેન વ્યાસ સહિતની ટીમે બાળકોનો કબ્જો સંભાળી પુછતાછ કરતાં પોતાના નામ પ્રકાશ ભગાભાઇ વાગડીયા (ઉ.૧૫-રહે. રાજસ્થાન પરવતી ગામ) તથા બીજા બાળકે પોતાનું નામ મિલન સુભાષભાઇ ચાંડેગરા (ઉ.૧૭) (રહે. હડમતીયા ગીર) હોવાનું માલુમ પડ્યું હતું. પ્રકાશચંદ્રએ પોતાના માતા-પિતા હાલ કાલાવડ રોડ પર રહી ફુગ્ગા વેંચતા હોવાનું અને પોતે માતા-પિતાએ ઠપકો આપતાં ઘર છોડી ટ્રેનમાં બેસી ગયાનું કહ્યું હતું. જ્યારે મિલને પણ પોતાના માતા-પિતા વચ્ચે ઝઘડા થતાં હોવાથી પોતે માનસિક રીતે ડિસ્ટર્બ થઇ જતાં ઘર છોડીને ટ્રેનમાં બેસી ગયાનું કહ્યું હતું. બંનેને સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં રખાયા બાદ આજે વાલીઓને બોલાવી પુરતી ખાત્રી-ખરાઇ કર્યા બાદ તેને સોંપવામાં આવ્યા હતાં. (૧૪.૧૧)

(3:38 pm IST)