Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આગામી ૨૧મીએ રાજકોટ સહિત દેશભરમાં ઈન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેન્ક શરૃઃ નરેન્દ્રભાઈના હસ્તે લોન્ચીંગ

બેન્કો જેવું જ કામ કરશેઃ સમગ્ર દેશમાં કુલ ૬૪૮ પેમેન્ટ બેન્કઃ સેવીંગ્ઝ-ચાલુ ખાતા - એટીએમ કાર્ડ રહેશે : હાલ લોનનું પ્રોવિઝન નહી, ધીમે ધીમે તમામ સબ પોસ્ટ ઓફિસ જોડી દેવાશે

રાજકોટ, તા. ૮ : આખરે રાજકોટ સહિત દેશભરમાં પોસ્ટલ પેમેન્ટ બેન્ક એકીસાથે શરૂ થવા જઇ રહી છે.

રાજકોટ હેડ પોસ્ટ ઓફીસના લતાવાર સુત્રોના ઉમેર્યા પ્રમાણે આગામી ર૧મીએ રાજકોટ સહિત દેશભરમાં કુલ ૬૪૮ ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્ક એકીસાથે શરૂ થવા જઇ રહી છે. રાજકોટ સહિત દેશના કુલ ૬૪૮ જીલ્લા આવરી લેવાયા છે.

આ અત્યંત મહત્વની એવી પોસ્ટલ પેમેન્ટ બેન્ક રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે કાર્યરત થશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશભરમાં એકીસાથે તેનું લોન્ચીંગ થશે. આ સંદર્ભે રાજકોટ પોસ્ટ ઓફીસ દ્વારા અલગ સ્થળે ભવ્ય સમારોહ પણ યોજાયો છે.

સૂત્રોએ ઉમેયું હતું કે આ પોસ્ટલ પેમેન્ટ બેન્કમાં સેવીગ્ઝ-ચાલુ ખાતા-એટીએમ કાર્ડ સહિતની સુવિધા રહેશે. લોન આપવાનું હાલ પ્રોવિઝન નથી રખાયું, હાલ જીલ્લા લેવલે ચાલુ થશે. બાદમાં તમામ સબ પોસ્ટ ઓફીસ આવરી લેવાશે. લીન્કઅપ કરી દેવાશે. મીનીમમ બેલેન્સ-નવા ખાતા-લીન્કઅપ-નાણા ટ્રાન્સફર-બીલ ભરવા-ચેક સહિતની તમામ સુવિધા રહેશે. દેશમાં કાર્યરત તમામ બેન્ક જેવી જ આ ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેન્કમાં સુવિધા રહેશે.

(3:36 pm IST)