Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમૃત યોજનાં હેઠળ ૧૩૦ કરોડનાં ડ્રેનેજ પ્રોજકટો મંજુરઃ મેયર બીનાબેન

પૂર્વ અને પશ્ચીમ ઝોનમાં પમ્પિંગ સ્ટેશનો સહિતની સુવિધા ઉપલબ્લ રહશેઃ બંછાનિધી પાની

રાજકોટ, તા.૮: રાજકોટ શહેરમાં બાકી રહેલા વિસ્તારોમાં પણ ડ્રેનેજ નેટવર્ક બિછાવવા અને તેને કાર્યરત્ત્। કરવા માટે આનુસાંગિક એવા હાઉસ કનેકશન, પમ્પિંગ સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે કાર્યો માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન, (જી.યુ.ડી.એમ.) ગાંધીનગર દ્વારા ''અમૃત'' યોજના હેઠળ આશરે કુલ રૂ. ૧૩૦ કરોડના તેવા સુએઝ પ્રોજેકટને મંજુરી આપી હોવાનું માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ ઝોન અને પશ્યિમ ઝોન હેઠળના બાકી રહેલા વિસ્તારો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુએઝ પ્રોજેકટ તૈયાર કરી રાજય સરકારશ્રીની મંજુરી અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન, (જી.યુ.ડી.એમ.) દ્વારા અનુમતિ આપી દેવામાં આવી છે.

શહેરના પૂર્વ ઝોન અને પશ્યિમ ઝોન હેઠળના વિસ્તારોમાં સુએઝ નેટવર્ક અને હાઉસ કનેકશનના પ્રોજેકટ માટે રૂ.૬૭.૮૩ કરોડ અને સુએઝ પમ્પિંગ સ્ટેશનો, ટર્મિનલ સુએઝ પમ્પિંગ સ્ટેશનો, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ મીકેનીકલ અને ઈન્સ્ટ્રુમેન્ટલ વર્ક માટે રૂ. ૩૪.૫૨ કરોડની યોજના જી.યુ.ડી.એમ. દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.

દરમ્યાન શહેરના ઝોન-૧ અને ઝોન-૨ હેઠળના વિસ્તારોમાં આશરે કુલ રૂ. ૨૪ કરોડના ખર્ચે કુલ ૪૫ કિ.મી.નું ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવશે. જયારે આશરે કુલ સવા બે કરોડના ખર્ચે આજી રિંગ રોડ અને ભગવતીપરામાં પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવનાર છે. માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અને કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વિશેષમાં કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાના મંજુર થયેલા આ પ્રોજેકટમાં કુલ ખર્ચમાં કેન્દ્ર સરકારશ્રી તરફથી ૩૩ ટકા, રાજય સરકારશ્રી તરફથી ૩૭ ટકા અને રાજકોટ મહાનગરપાલિકા તરફથી ૩૦ ટકા ખર્ચ કરવામાં આવશે.

(3:35 pm IST)