Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

લિજ્જત પાપડ ખાતે મહિલાઓની હડતાલઃ વિરોધ પ્રદર્શનઃ બે મુદતી હડતાલની ચિમકી

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા લિજ્જત પાપડ ખાતે આજે સવારે મહિલાઓએ હડતાળ પાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ લિજ્જત પાપડના કર્મચારી સાથે પડતર માંગણીઓ સહિતની બાબતે ચર્ચા કરી હતી. પરંતુ કર્મચારીઓએ મહિલાઓ સાથે દાદાગીરી કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા મામલો બીચકયો હતો. જેના કારણે અંદાજીત પાંચસો જેટલી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ચોમાસાની સિઝન સમય દરમ્યાન પાપડ નહીં સુકાતા હોવા છતાં મહિલાઓને કામમાંથી છુટા કરી આપવાની ધમકી આપી દરરોજ સાત થી આઠ કિલો પાપડનો લોટ આપી દેવામાં આવતો હતો.જયારે મહિલાઓ દ્વારા સમય મુજબ કામગીરી કરવામાં આવતી હોય છતાં મહિલાઓને યોગ્ય સમયે મંજૂરી રૂપી કામનું વળતર આપવામાં આવતું નથી. આ બાબતે વિરોધ કરનાર મહિલાએ જણાવ્યું હતું કે દરરોજ જુદા જુદા કારણોસર મજૂરીના પેસામાંથી નાની મોટી રકમ કાપી લેવામાં આવે છે. કર્મચારીઓના ગેરવર્તનને કારણે અત્યાર સુધીમાં ૧૨૦૦ જેટલી મહિલાઓ માંથી ૪૦૦ જેટલી મહિલાઓ નોકરી મૂકી ચુકી છે. ટુક સમયમાં મહિલા મંડળમાં નિર્ણય લઈ મિટિંગ યોજવામાં આવશે .જો લિજ્જત પાપડના કર્મચારીઓ પડતર માંગણી નહીં સ્વીકારે તો વિરોધ પ્રદર્શન કરી બેમૂદતી હડતાળ કરવામાં આવશે.

(3:33 pm IST)