Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

પૈસાની ઉઘરાણી મામલે જય ત્રિવેદીને હેમંત ભટ્ટ સહિતનાએ માર માર્યોઃ ખૂનની ધમકી

જયએ પ્રફુલ પટેલ પાસેથી ૨૦ ટકે પૈસા લીધા હોઇ તે બાબતે ડખ્ખો

રાજકોટ તા. ૮: વ્યાજની ઉઘરાણી બાબતે પારિજાત સોસાયટીના બ્રાહ્મણ યુવાનને  તે જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે બ્રાહ્મણ પિતા-પુત્ર સહિત ચાર જણાએ વ્યાજની ઉઘરાણી બાબતે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

પોલીસે યુનિવર્સિટી રોડ પર પારીજાત સોસાયટ-૭માં રાધે હોલ સામે રહેતાં અને એરો સ્ટોર નામની દૂકાનમાં નોકરી કરતાં જય ઘનશ્યામભાઇ ત્રિવેદી (ઉ.૨૨)ની ફરિયાદ પરથી હેમંત ભટ્ટ, તેના પુત્ર નવજીત ભટ્ટ, તેના મિત્ર ગોપાલ અને પ્રફુલ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

જય ત્રિવેદીના કહેવા મુજબ તે ગત રાત્રે દસેક વાગ્યે સાળાના મિત્રની રાજ હોટેલ જે જુના બસ સ્ટેશન પાસેઆવેલી છે ત્યાં બેઠો હતો ત્યારે સદ્દગુરૂ નગરનો હેમંત ભટ્ટ, તેનો પુત્ર, મિત્ર સહિત ચાર જણા આવ્યા હતાં. પ્રફુલ પટેલ પાસેથી અગાઉ તેણે રૂ. ૩૫ હજાર ૨૦ ટકાવ્યાજે લીધા હોઇ તેમાં હેમંત ભટ્ટ વચ્ચે હોઇ વ્યાજની ઉઘરાણી બાબતે ઝઘડો કરી જો તું પૈસા બાબતે કોઇ ફરિયાદ કરીશ તો જીવતો નહિ રહેવા દઇએ તેમ કહી ધમકી આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો.

બાદમાં યશ હોટેલવાળી શેરીમાં લઇ જઇ ફરીથી માર માર્યો હતો. આ વખતે માણસો ભેગા થઇ જતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં. એ-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ ડી. બી. કાકડીયાએ ફરિયાદ નોંધી છે. (૧૪.૬)

(11:52 am IST)