Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જામનગર રોડ હુડકો કવાર્ટરમાં એસઆરપી કોન્સ. રાહુલભાઇ પર ઇલ્યાસે પથ્થરમારો કર્યો

મુસ્લિમ શખ્સ પત્નિ સાથે ઝઘડો કરતો હોઇ કોલ આવતાં પોલીસ પહોંચી'તી

રાજકોટ તા. ૮: જામનગર રોડ હુડકો કવાર્ટરમાં રાત્રે પોલીસની પીસીઆર વેન સાથે ગયેલા એસઆરપી કોન્સ્ટેબલ પર એક શખ્સે પથ્થરમારો કરતાં સારવાર લેવી પડી હતી.

પોલીસ હેડકવાર્ટરમાં મસ્જીદ પાસે રહેતાં અને એસઆરપીમાં ફરજ બજાવતાં રાહુલભાઇ સુખલાલ ગુલાબે (ઉ.૨૩) રાત્રે પીસીઆર વેન-૧૫માં ફરજ પર હતાં ત્યારે હુડકો કવાર્ટરમાં રહેતો ઇલ્યાસ તેની પત્નિ સાથે ઝઘડો કરતો હોવાનો ફોન આવતાં પીસીઆર વેન ત્યાં પહોંચતા ઇલ્યાસે ઉશ્કેરાઇ જઇ પથ્થરમારો કરતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

રસુલપરામાં સલમાનને સોહિલે કાન પર પાણકો માર્યો

કોઠારીયા રસુલપરામાં રહેતાં સલમાન કરિમભાઇ નકુમ (ઉ.૨૫)ને રાત્રે બારેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે સોહિલ ઉર્ફ બંદુકે ઝઘડો કરી કાન પર પાણકો મારી દેતાં સારવાર માટે દાખલ કરાયો હતો. (૧૪.૬)

 

(11:52 am IST)