Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાંથી હોન્ડા ચોરી ફેરવતો હનીફશા પકડાયો

પ્ર.નગરના જયદિપભાઇ, જયેન્દ્રસિંહ અને પ્રદિપસિંહની બાતમી

રાજકોટઃ પ્ર.નગર પોલીસે વાહન ચોરીના ગુનામાં એક શખ્સને પકડી લઇ ચોરીનો ગુનો ડિટેકટ કર્યો છે. ગંજીવાડા જમાતખાના પાસે રહેતો હનિફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.૩૨) જીજે૩બીજે-૦૭૮૬ નંબરનું બાઇક ફેરવે છે તે ચોરાઉ હોવાની બાતમી ડી. સ્ટાફના જયદિપભાઇ ધોળકીયા, જયેન્દ્રસિંહ પરમાર અને પ્રદિપસિંહ ગોહિલને મળતાં પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એસ. ગોસાઇ, દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી. આ શખ્સની પુછતાછ થતાં તેણે વાહન ગઇકાલે જ રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. (૧૪.૮)

(11:51 am IST)