Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટ-સૌરાષ્ટ્રના ૧૬ હજાર વેપારીઓ કે જેઓ 'લમસમ' વેરો ભરે છે તેમની સામે જીએસટી તપાસ

હેડ ઓફીસમાં ગ્રાહકો પાસેથી ટેક્ષ ઉઘરાવતા હોવાની ફરીયાદો બાદ સર્વે-તપાસના આદેશો

રાજકોટ, તા., ૭: ગુજરાતની જીએસટી હેડ ઓફીસે રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતમાં લમસમ વેરો-ટેક્ષ ભરતા વેપારીઓ ઉપર આજથી તવાઇ ઉતારી છે.

રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છનાં ૧૬ હજારથી વધુ સહિત ગુજરાતમાં આવા હજારો વેપારીઓ લમસમ એટલે કે ૧ ટકો આસપાસ વેટને ટેક્ષ ચુકવે છે.

વેટની હેડ ઓફીસને સેવી ફરીયાદ મળી હતી કે, સંખ્યાબંધ આવા વેપારીઓ આવો ટેક્ષ ગ્રાહકો પાસેથી વસુલે છે, ખરેખર આવો નાનો વેપાર કરતા વેપારીઓને જ ટેક્ષ ભરવોનો હોય છે.

આવી વ્યાપક ફરીયાદો બાદ રાજકોટના તમામ ડિવીઝનો  સહિત સૌરાષ્ટ્રના જીએસટીના દરેક ડીવીઝનને આવા વેપારીઓને ત્યાં સર્વે તપાસ કરવા અને લમસમ કેટલો વેરો ભરે છે તે ચકાસવા આદેશો છૂટ્યા છે. (૪.૧૦)

(4:14 pm IST)