Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

નીચતાની પરાકાષ્ઠા : વિકાસ મેડીકલમાં કોરોનાના ૩ દર્દી હોવાની ભૂંડી અફવા કોઈ હરામખોરોએ ઉડાડી : આજે ફરીયાદ

રાજકોટ : માનવીના મનની વિકૃતતાનો કોઈ પાર નથી. કોરોના કાળમાં મેડીકલ સ્ટોર ખુલ્લા રાખવા એ મર્દાનગીનું અને સમાજ સેવાનું ઉત્તમોત્તમ કામ છે. દવા લેવા આવનારમાંથી અનેક લોકો તાવ - શરદી - ખાંસી સહિતના દર્દોથી પીડાતા હોવાનો સંભવ છે. ત્યારે ૩-૩ મહિનાથી રાત - દિવસ રાજકોટને અનન્ય સેવા આપી રહેલ વિકાસ મેડીકલ સ્ટોરના ૩ કર્મચારીને કોરોના થયાની વ્હોટ્સએપ ઉપર ગઈસાંજે કોઈ નરાધમ તત્વોએ અફવા વહેતી કરેલ. જો કે આ વાત સદંતર જૂઠી સાબિત થયેલ અને વિકાસ મેડીકલ યથાવત પોતાની સેવાઓ આપી રહેલ છે.

દરમિયાન રાજકોટના સુપ્રસિદ્ધ વિકાસ મેડીકલ સ્ટોરના માલિક નાથાભાઈએ આ બાબત સંપૂર્ણ ખોટી હોવાનંુ અને એસ્ટ્રોન ચોક તથા હાઉસીંગ બોર્ડના બંને વિકાસ મેડીકલ સ્ટોર યથાવત ચાલુ હોવાનું ગઈરાત્રે અકિલાને જણાવ્યુ હતુ. લોકોને આ અફવા તરફ ધ્યાન નહિં આપવા અપીલ કરી છે. આજે તેઓ સંભવતઃ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવશે. વિકાસ મેડીકલનું સમગ્ર સૌરાષ્ટ્રનું ખૂબ મોટુ નામ છે. કોઈપણ દવા મોટાભાગે અહિંથી મળી જ રહે છે. અહિં હજારો લોકો વિશ્વાસપૂર્વક દવાની ખરીદી કરે છે.

(3:55 pm IST)