Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જાગરણમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બંદોબસ્તનું સરપ્રાઇઝ ચેકીંગ કર્યુઃ કામગીરી વખાણી

યુનિવર્સિટી વિસ્તાર, જીલ્લા ગાર્ડન ચોક, ગરૂડ ગરબી ચોક, હોમી દસ્તુર માર્ગ, લોધાવાડ ચોક પાસે દૂકાનો ખુલ્લી દેખાતાં કાર્યવાહી કરાવડાવી

રાજકોટઃ જયાપાર્વતીના જાગરણમાં કોઇએ રાત્રે બહાર ન નીકળવા અગાઉથી જ પોલીસ કમિશનરે આદેશ આપ્યો હતો. આમ છતાં લોકો બહાર નીકળી પડ્યા હતાં જેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસઓજી પીઆઇ આર. વાય. રાવલે ખાસ બેઠક યોજી હતી અને ક્રાઇમ બ્રાંચની પાંચ ટીમો, એસઓજીની બે ટીમો, પેરોલ ફરલો સ્કવોડની એક ટીમ તથા જે તે પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર્સની ટીમોએ બંદોબસ્તની ગોઠવણ કરી હતી. પોલીસ કમિશનર ખુદ રાત્રીના ખાનગી વાહનમાં બંદોબસ્તની ચકાસણી કરવા નીકળ્યા હતાં. સરપ્રાઇઝ ચેકીંગ કરી તેણે તમામ પોલીસ મથકની અને બ્રાંચની કામગીરી વખાણી હતી. જો કે અમુક વિસ્તારોમાં દૂકાનો ખુલ્લી હોઇ તેના સંચાલકો, માલિકો અને એકઠા થયેલા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

(4:00 pm IST)