Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રેસકોર્ષમાં કચરા પેટીઓ રોગચાળાને નિમંત્રણ આપે છે ...

રાજકોટઃ શહેરના હાર્દસમા રેસકોર્ષ સંકુલ કે  જ્યાં દરરોજ હજારો લોકો તંદુરસ્તી માટે મોર્નીંગ વોક સહીતની સામાજીક પ્રવૃતિઓ માટે જાય છે. ત્યાં ફુટપાથ ઉપર રેસકોર્ષ સંકુલમાં રાખેલી કચરાપેટીઓ ખાલી કરવામાં તંત્રની ઘોર બેદરકારી કચરા પેટીઓમાં વરસાદનું પાણી ભરાતા દુર્ગધ અને મચ્છરોથી ખદબદે છે. જે અહીં તંદુસ્સ્તી માટે આવતા નાગરિકો માટે રોગચાળાના નિમંત્રણ સમાન છે. ત્યારે આવી કચરાપેટીઓનો કચરો દરરોજ બે થી ત્રણ ટાઇમ નિયમીત રીતે સમયસર ઉપાડવા ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે. તસ્વીરમાં  ગંદકીથી બદબદતી કચરાપેટીઓ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:57 pm IST)