Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રૂડા દ્વારા માધાપરમાં ૩૮/૧ મહત્વની ટીપી સ્કીમ ખુલ્લી મુકાઇ ૪૦% જમીન કપાત સાથે પ લાખ ૮૭ હજાર ચો.મી.જમીન વિકાસ માટે

સ્કીમનું ક્ષેત્રફળ કુલ ર૮ લાખ ૯૦ હજાર ચો.મી.: કુલ ર૩૬ પ્લોટઃ ર૦ કિ.મી.ના રોડ બનશે : હાઉસીંગ-કોમર્શીયલ-રેસીડેન્સીયલ-સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા બગીચા-પ્લે ગ્રાઉન્ડ-પાર્કિંગ-ઓપન સ્પેસ માટે કુલ પ લાખ ૮૭ હજાર ચો. મી. જગ્યા : આજે કલીકવાઇઝ લોકોને ડ્રાફટ જોવા બોલાવાયાઃ હવે ૩૦ દિવસનું પબ્લીક હિયરીંગ તથા બાદમાં સરકારમાં ડ્રાફટ મોકલાશે : કુલ ૧૪૪.૮૪ કરોડના ખર્ચે થશે વિકાસ કામો

રાજકોટ તા.૮ :.. રાજકોટ શહેરીવિકાસ સત્તા મંડળ રૂડા દ્વારા માધાપરમાં એક ધરખમ ૩૮/૧ ટીપી સ્કીમનો ડ્રાફટ આજે તે વિસ્તારના લોકો માટે ખુલ્લો મુકયો હતો, આજે તે અંગે કલીકવાઇઝ લોકોને ડ્રાફટ જોવા બોલાવાયા હતાં., તેમાં પણ વાંધા - દાવા સંભળાયા હતાં. આ પછી હવે રૂડા દ્વારા આ ટીપી સ્કીમ સામે ૩૦ દિવસનું પબ્લીક હિયરીંગ હાથ ધરાશે અને બાદમાં તે વાંધાઓ-દાવાઓનો નિકાલ કરી - ડ્રાફટ ફાઇનલ કરી સરકારમાં મંજૂરી માટે દરખાસ્ત કરાશે.

આજે ઓનર્સ મીટીંગ સીઇઓ શ્રી ચેતન ગણાત્રાના અધ્યક્ષ સ્થાને મળી હતી જે બપોરે રાા વાગ્યા સુધી ચાલી હતી, જેમાં ૮૦ થી ૧૦૦ લોકો હાજર રહ્યા હતાં.

રૂડાની આ ટીપી સ્કીમનું ક્ષેત્રફળ ર૮ લાખ ૯૦ હજાર ચો. મી. છે. જેમાં અંતિમ પ્લોટની સંખ્યા ર૩૬ દેખાડાઇ છે. આ ર૮ લાખ ૯૦ હજાર ચો. મી. જમીનમાંથી ૪૦ ટકા કપાત જમીન રૂડા મેળવી લેશે, અને બાદમાં ર૩ લાખ ૧૮ હજાર ચો. મી.થી વધુ થી જગ્યા ઉપલબ્ધ રહેશે, જે ખેડૂત ખાતેદારની જમીન હોય, બીનખેતીનો પ્રકલ્પ હોય તે તમામ બાબતો આમાં વિચારાધીન હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

રૂડાએ જે પોતાના માટે પ લાખ ૮૭ હજાર ચો. મી. જમીન આ ટીપી સ્કીમ નં. ૩૮/૧ માં  ફાઇનલ કરી તેમાં હાઉસીંગ યોજના, કોમર્શીયલ, રેસીડન્સીયલ, સોશીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, બગીચા, પ્લે ગ્રાઉન્ડ-પાર્કીંગ ઓપનસ્પેસ પણ દાખવ્યા છે. આ ઉપરાંત રૂડા દ્વારા આ ટીપી સ્કીમમાં  ૪પ મીટર, ૩૦, ર૪, ર૧, ૧૮, ૧પ, ૧ર, ૧૦.પ૦ અને ૯ મીટરના રોડની લંબાઇની પણ જોગવાઇ છે, કુલ ર૦૪પ૬ ચો. મી. એટલે કે ર૦ કી. મી. થી વધુના રોડ-રસ્તા બનાવવાની જોગવાઇ રખાઇ છે.

રૂડા દ્વારા આ ટીપી સ્કીમમાં કુલ ૧૪૪.૮૪ કરોડના ખર્ચે વિકાસ કામો થશે, જેમાં રસ્તા-ફુટપાથ-અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, લાઇટો, વોટર સપ્લાય અને નાના પુલનો સમાવેશ થાય છે.

(3:53 pm IST)