Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફુડ એન્ડ ડ્રગના કેસમાં ૬ મોટી પેઢીને ર લાખ ૧૭ હજારનો દંડ ફટકારતા એડી. કલેકટર પંડયા

રાજકોટ તા. ૮ :..  શહેરમાં કોર્પોરેશન તથા જીલ્લામાં સ્ટેટ ટીમો દ્વારા ફુડ એન્ડ ડ્રગ અંગે પાડવામાં આવેલા  દરોડા-લેવાયેલ નમુના અંગેના કેસો અંગે આજે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. અને આ સુનાવણી બાદ શહેરની ૬ મોટી પેઢીને એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા દ્વારા કુલ ર લાખ ૧૭ હજારનો દંડ ફટકારાયાનું જાણવા મળ્યું હતું.

આ પેઢીઓમાં સુમુખા એગ્રો. ઇન્ઙ લી. હેમ આર્કેડ યાજ્ઞિક રોડ, મીસ બ્રાન્ડેડ નમુના અંગે ૧ર હજાર, શ્રીરામ ડેરી ફાર્મ બ્રાહ્મણીયાપરા, સબ સ્ટાન્ડર્ડ નમુના માટે ૩૦ હજાર, કે. ડી. સેલ્સ કોર્પોરેશન (ડીસ્ટ્રીબ્યુટર), રૈયા રોડ ટેનોનફુડઝ (ઉત્પાદક પેઢી) માલીયાસણને મીસ બ્રાન્ડેડ નમુના સંદર્ભે રપ હજાર, એવન્યુ સુપર માર્ટ - શીવાલીક-૪ ગોંડલ રોડ, નટી ટ્રીપ્સ એન્ડ ફુડઝ પ્રા. લી. મેકઝીસ્ટ વાલ્વોઇ-ગોવા-મીસ બ્રાન્ડેડ નમુના સંદર્ભે એક લાખ અખીલેશ કોન્ડ્રીંકસ-એસ્ટ્રોન ચોક, મીસ બ્રાન્ડેડ નમુના સંદર્ભે રપ હજાર, સંતોષ સીઝન સ્ટોર સહકાર સોસા. મેઇન રોડ, મીસ બ્રાન્ડેડ નમુના સંદર્ભે રપ હજારનો દંડ ફટકારાયાનું કલેકટર કચેરીના સત્તાવાર સુત્રોએ ઉમેર્યુ છે.

(3:48 pm IST)