Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફેસબુકમાં મિત્ર બનાવી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા.૮: જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી રાજકોટની અલગ અલગ હોટલોમાં લઇ જઇ બળાત્કાર કરવાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે. 

આ કેસની હકીકત એવી છે કે, જામનગરમાં રહેતી પિડિતાએ તેના વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર મંગાભાઇ પરમાર વિરૂધ્ધ જામનગર પોલીસમાં ફરીયાદી નોંધવી જણાવેલ હતું કે, બનાવના ત્રણેક વર્ષ પહેલા તેના લતામાં રહેતા રાજેન્દ્ર મંગાભાઇ પરમારે ફેસબુક ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા બંને વચ્ચે ઓનલાઇન મિત્રતા કેળવાયેલી જે સંબંધો વિકસતા ફરીયાદી રાજકોટ ખાતે રેલ્વેની પરીક્ષા દેવા આપેલ હતી. ત્યારે આરોપી પણ રાજકોટ આવેલ અને બંને જણા રાજકોટ એસ.ટી ડેપો પાસે આવેલ નોવા હોટેલમાં રોકાયેલ જ્યાં આરોપનીએ ફરીયાદીને લગ્રન કરવાનું જણાવી તેણીની સાથે શરીર સંબંધ બાંધેલ હતા.

આરોપીને જેલ હવાલે કરાતા આરોપીએ તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરી હતી.

બંને પક્ષકારોની દલીલોના અંતે અદાલતે આરોપી તરફે થયેલ રજુઆતો સાથે સહમતી દર્શાવતા પોતાના હુકમમાં નોંધ્યું હતું કે ભોગ બનનાર પુખ્ય ઉંમરની છે. અને પોતે અલગ અલગ ઉચ્ચ લાયકાતની જરૂરીયાતવાળી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ચુકેલ છે. અને પોતાનું હિત સમજી શકે તેવી માનસીક સ્થિતી ધરાવે છે. ત્યારે પોલીસ દ્વારા રજુ થયેલ તમામ દસ્તાવેજો જોતા આરોપીને જામીન પર મુકત કરવાથી ન્યાયનો હેતુ સરશે તેવું ઠરાવી આરોપીની જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કામમાં આરોપી રાજેન્દ્ર પરમાર વતી રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રાજેશ ચાવડા, રીપન ગોકાણી, કેવલ પટેલ, ક્રિષ્ના પટેલ, ગૌરાંગ ગોકાણી, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી, જીગ્નેશ યાદવ રોકાયેલ હતા.

(3:46 pm IST)