Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કવોલિટી રીસર્ચ, પ્રોફેશનલ ડીગ્રી તથા ગ્રેજ્યુએશન માટે સ્કોલરશીપ મેળવવાની તક

બી.ઇ., એમ.ઇ.,બી.ટેક., એમ.ટેક. કે એમ.એસ.થયેલ વિદ્યાર્થીઓ માટે DRDO દ્વારા JRF તથા રીસર્ચ એસોસીએટશીપ ઉપલબ્ધ : કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના બાળકો માટે ITI, ડીપ્લોમાં, ડીગ્રી એન્જીનીયરીંગ કે ગ્રેજ્યુએશન કરવા માટે શિષ્યવૃતિ હાજર

રાજકોટ તા. ૮ : ઉચ્ચ શિક્ષણ મેળવીને તથા ગુણવતાયુકત સંશોધાન કરીને બ્રાઇટ ફયુચરની સાથે-સાથે સમાજને ઉપયોગી બનવાનો પણ લ્હાવો પ્રાપ્ત થાય છે. વિવિધ વિષયોમાં બી.ઇ.,એમ.ઇ.,બીટેક.,એમ.ટેક. કે પછી એમ.એસ.થયેલ વિદ્યાર્થીઓ માટે દેશના અગ્રણી ઓર્ગેનાઇઝેશન DRDO માં સ્કોલરશીપ સાથે સંશોધન કરીને આગળ વધવાની તક આવી છે. સાથે-સાથે દેશના કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના પરિવારના બાળકો કે જેઓ ધોરણ ૧૦ અને ૧ર પછી આગળ અભ્યાસ કરે છે, તેઓ માટે પણ શિષ્યવૃતિ ઉપલબ્ધ છે. આ તમામ વિગતો જોઇએ તો.....

. DRDO યંગ સાયન્ટીસ્ટ લેબોરેટરી જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ  ઓર્ગેનાઇઝેશન દ્વારા બી.ટેક., બી.ઇ., એમ.ઇ. તથા એમ.ટેક. થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને આ જુનિયર રીસર્ચ ફેલોશીપ આપવામાં આવે છે. રીસર્ચ ફેલોઝને DRDO માં ઇનોવેટીવ ટેકનોલોજીના ક્ષેત્રમાં રીસર્ચ વર્ક કરવાની તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

વિદ્યાર્થીઓએ ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ, ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્સ્ટ્રુ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇન્ફર્મેશન સર્વિસમાં બી.ઇ.અથવા બી.ટેકની ડીગ્રી CSIR અથવા UGC માન્ય સંસ્થામાંથી મેળવી હોય તથા NET અથવા GATE કવોલીફાઇડ હોય તેવા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. અથવા તો ઉપરોકત વિષયોમાં જ એમ.ઇ.અથવા એમ.ટેક.ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ. અરજી કરવાના સમયે ઉમેદવારની ઉંમર ર૮ વર્ષથી વધુ ન હોય તે જરૂરી છે. પસંદ થયેલ રીસર્ચ ફેલોઝને માસિક ૩૧ હજાર રૂપિયા તથા અન્ય લાભ પ્રાપ્ત થશે. જરૂરી દસ્તાવેજો સાથે તા.૧૧/૭/ર૦ર૦ સુધીમાં આપેલ સરનામા ઉપર અરજી પહોંચાડવાની છે સરનામું: ધ ડાયરેકટર, DRDO યંગ સાયન્ટીસ્ટ લેબોરેટરી-કોગ્નિટીવ  ટેકનોલોજી, ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) પ મો માળ IITM રીસર્ચ પાર્ક, કૈનાગમ રોડ, તારામની, ચેન્નાઇ-૬૦૦૧૧૩

-અરજી સંદર્ભેની લીંક

www.b4s.in/akila/ DRD6

. DRDO રીસર્ચ એસોસીએટશીપ ર૦ર૦ અંતર્ગત ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેજસ્વી પી.એચ.ડી.ડીગ્રી-ધારકો પાસેથી અરજીઓ મંગાવાઇ છે. ઓશીયન સાયન્સમાં પી.એચ.ડી. થયેલ અથવા તો ફીઝીકલ ઓશીયોનોગ્રાફીમાં સારા કાર્યના અનુભવી ઉમેદવારો અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ઓશન ટેકનોલોજીમાં એમ.ટેક., ઓશન એન્જીનીયરીંગમાં એમ.એસ.પછી ઉમેદવાર પાસે ત્રણ વર્ષનો રીસર્ચ એકસપીરીયન્સ અથવા શિક્ષણ કાર્યનો અનુભવ જરૂરી છે. ઉપરાંત સાયન્સ સાઇટેશન ઇન્ડેક્ષ જનરલમાં ફીઝીકલ ઓશનોગ્રાફી ઉપર રીસર્ચ પેપર પ્રકાશીત થયેલ હોવું જરૂરી છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને માસિક પ૪ હજાર  રૂપિયા તથા રહેઠાણ મળવાપાત્ર થશે. જરૂરી દસ્તાવેજો સાથે તારીખ ૧પ/૭/ર૦ર૦ સુધીમાં આપેલ સરનામા ઉપર અરજી પહોંચાડવાની છે. સરનામુઃ ધ ડાયરેકટર, NPOL, થ્રીકાકરા પોસ્ટ ઓફિસ, કૌચી-૬૮ર૦ર૧ (કોચી).

-અરજી સંદર્ભેની લીંક

www.b4s.in/akila/ DRA3

. STFC મેરીટોરીયસ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ દ્વારા દેશના આર્થિક સહયોગ ઇચ્છતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. ધોરણ ૧૦ તથા ૧ર પછી પ્રોફેશનલ ડીગ્રી કે અન્ય કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સતત ચાલુ રાખે તે હેતુથી આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

હાલમાં ડીપ્લોમાં ITI, પોલિટેકિનક કોર્ષ કરવાવાળા અને ધોરણ ૧૦ તથા ૧રમાં ઓછામાં ઓછા ૬૦ ટકા કે તેથી વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં ત્રણ કે ચાર વર્ષના ગ્રેજ્યુએશન અથવા તો એન્જીનીયરીંગના ડીગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ કરે છે તેઓ અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓના વાલી કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે

સ્કોલરશીપ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને મહત્તમ ત્રણ વર્ષો સુધીના ITI, પોલિટેકિનક, ડીપ્લોમાં માટે વાર્ષિક ૧પ હજાર રૂપિયા તથા ત્રણથી ચાર વર્ષ સુધીના ગ્રેજ્યુએશન અને એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને વાર્ષિક ૩૦ થી ૩પ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૮/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ STFC1

સ્કોલરશીપ મેળવીને મોભાદાર તથા ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક આવી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સફળ કારકિર્દી બનાવવાનો સોનેરી સમય આવ્યો છે સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને બેસ્ટ ઓફ લક.

(2:58 pm IST)