Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

શ્રીરામ પાર્કમાં અરવિંદ ખાંડેકાના મકાનમાં જુગાર રમતા ૫ ઝડપાયા

મકાન માલીક અરવિંદ તથા જયેશ, દિવ્યેશ, મેહુલ અને ચેતનની ધરપકડ

રાજકોટ તા. ૮ : દોઢસો ફૂટ રોડ પર શ્રીરામ પાર્કમાં તાલુકા પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ મથકના પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ. હર્ષદસિંહ, હેડ કોન્સ. વિજયગીરી, અરજણભાઇ, ભગીરથસિંહ, છત્રપાલસિંહ, મનીષભાઇ અને હર્ષરાજસિંહ સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઇ એન.ડી.ડામોર, ભગીરથસિંહ અને હર્ષરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ પર શ્રીરામ પાર્ક શેરી નં. ૬માં દરોડો પાડી અરવિંદ રણછોડભાઇ ખાંડેકાના મકાનમાં જુગાર રમતા મકાન માલીક અરવિંદ ખાંડેકા (ઉ.વ.૪૯), જયેશભાઇ રમેશભાઇ ખાંડેકા (ઉ.વ.૩૧), દિવ્યેશ અરવિંદ ખાંડેકા (ઉ.વ.૨૧), ગાંધીગ્રામ ૪૦ ફૂટ રોડ પર રહેતા મેહુલ મુકેશભાઇ માલવી (ઉ.વ.૨૯) અને ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં. ૫ના ચેતન સુરૂભાઇ મહેતા (ઉ.વ.૪૨)ને પકડી લઇ રૂ. ૩૪,૧૯૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(2:58 pm IST)