Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આંબાવાડી, ટ્રાન્સપોર્ટનગર પાસે અને હડાળા પાસે પત્તા ટીંચતા ૧૮ ઝડપાયા

થોરાળા પોલીસે સાત, કુવાડવા પોલીસે આઠ અને આજી ડેમ પોલીસે ત્રણની ધરપકડ કરી

રાજકોટ તા. ૮ : શહેરના અલગ અલગ ત્રણ સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૮ શખ્સોને પકડી લીધા હતા.

શહેર પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી થોરાળા પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી.જાદવ, હેડ કોન્સ. આનંદભાઇ પરમાર, નરસંગભાઇ ગઢવી, કનુભાઇ રબારી, વિજયભાઇ મેતા, જયદીપભાઇ ધોળકીયા, યુવરાજસિંહ, રમેશભાઇ માલકીય અને સહદેવસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદીપભાઇ, વિજયભાઇ તથા રમેશભાઇને મળેલી બાતમીના આધારે આંબાવાડી શેરી નં. ૩માં દરોડો પાડી જુગાર રમતા આંબાવાડીના રમેશ શામજીભાઇ માનસુરીયા (ઉ.વ.૪૮), બાલકૃષ્ણ સોસાયટીના મેહુલ સામતભાઇ સંખેસરીયા (ઉ.વ.૩૫), રાજારામ સોસાયટી શેરી નં. ૫ના રમાબેન રવજીભાઇ ગઢીયા (ઉ.૬૫), ગોકુલનગર આવાસ યોજનાના કવાર્ટરના ગીતાબેન લખમણભાઇ મકવાણા (ઉ.વ.૩૫), આંબાવાડી શેરી નં. ૨ના ગૌરીબેન કેશુભાઇ જીંજવાડીયા (ઉ.વ.૫૫), ભગીરથ સોસાયટીના માયાબેન રાજુભાઇ સીરસત (ઉ.વ.૩૫) અને આંબાવાડી વોંકળા કાંઠે રહેતા મીનાબેન રમેશભાઇ અઘેરા (ઉ.વ.૩૪)ને પકડી લઇ રૂ. ૧૫૨૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.પી.મેઘલાતર, હેડ કોન્સ. જે.એમ.ઝાલા, શૈલેષગીરી, રાજેશભાઇ, દિલીપભાઇ, નીલેશભાઇ, મનીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોરબી રોડ હડાળા રોડ પર પાવર હાઉસની સામેની હડાળા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા અમીત માવજીભાઇ લાઠીયા (ઉ.વ.૩૫), જગદીશ હસમુખભાઇ નિમાવત (ઉ.૪૦), રાજેશ કાનજીભાઇ વાડીયા (ઉ.વ.૪૭), જીજ્ઞેશ યશવંતભાઇ ગાંધી (ઉ.વ.૩૯), મનસુખગીરી ભીખુગીરી મેઘનાથી (ઉ.વ.૩૬), મયુરીબેન મહેન્દ્રભાઇ માંડલીયા (ઉ.વ.૫૦), સવીતાબેન પુનાભાઇ ભલગામડીયા (ઉ.વ.૫૦) અને અક્ષતાબેન ઉર્ફે રીંકુબેન મુકેશભાઇ સોહલીયા (ઉ.વ.૩૭)ને પકડી લઇ રૂ. ૭૩,૪૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ.પટેલ તથા હેડ કોન્સ. કનકસિંહ સોલંકી, ઘનશ્યામસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પરમાર, ઇન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા દિગ્વીજયસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ધર્મેન્દ્રસિંહ અને શૈલેષભાઇને મળેલી બાતમીના આધારે જુના માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં દરોડો પાડી ખેતલા આપા હોટલની પાછળ બે બંધ ખટારાની વચ્ચે જુગાર રમતા સાજન નારણભાઇ સાનીયા (ઉ.વ.૩૦) (રહે. સંત કબીર રોડ શેરી નં. ૩), ઉકા સામતભાઇ ઝાપડા (ઉ.વ.૩૮) (રહે. સાગરનગર શેરી નં. ૪) અને નવઘણ મશરૂભાઇ ગમારા (ઉ.વ.૨૬) (રહે. બામણબોર ગામ, તા. ચોટીલા)ને પકડી લઇ રૂ. ૪૬,૭૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:56 pm IST)