Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કેસ વધી રહ્યા છે, મોત પણ વધી રહ્યા છે જાગૃત બનો સાવચેત બનોઃ કોરોના જાહેરનામા ભંગમાં ૭૦ પકડાયા

કોલ્ડ્રીંકસ અને ચા પાનની દૂકાનો મોડી રાતે ખુલી રાખી માણસો ભેગા કરનારા, સમય વીત્યા પછી રેસ્ટોરન્ટ ખુલ્લુ રાખનારા, કારમાં નિયમ કરતાં વધુ નીકળતાં, માસ્ક વગર નીકળતાં લોકો પોલીસની ઝપટે ચડ્યા : નિયમોના ભંગ બદલ પકડાયેલા પૈકીના ત્રણ શખ્સો

રાજકોટ તા. ૯: કોરોના મહામારીમાં અનલોક-૨માં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. મોતનો આંકડો પણ આગળ વધી રહ્યો છે. સરકારે લોકડાઉન મુકિત બાદ અનલોક-૨ તબક્કામાં વધુને વધુ છૂટછાટો આપી છે. પરંતુ આ છૂટછાટનો મતલબ એ છે કે લોકો નિયમોનું પાલન કરી રોજીરોટી રળી શકે, ધંધા-રોજગારને વેગ આપી શકે. પરંતુ નિયમો વિરૂધ્ધ જઇ લોકો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સમય મર્યાદા સહિતનું ઉલંઘન કરી રહ્યા છે. રાત્રીના દસથી સવારના પાંચ સુધી કર્ફયુનું પાલન કરવા પણ આદેશ છે. આ નિયમ પણ લોકો તોડી રહ્યા છે. માસ્ક પહેરતા નથી, સમય પુરો થયા પછી પણ દૂકાનો-રેસ્ટોરન્ટ ખુલ્લા રાખે છે. ચા-પાનની દૂકાનોએ વધુ માણસો ભેગા કરે છે. આ સહિતના નિયમો તોડવામાં આવી રહ્યા છે. પોલીસે આવા વધુ ૭૦ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુના નોંધ્યા છે. જેની વિગતો આ મુજબ છે.

એ-ડિવીઝન પોલીસે કેસરી હિન્દ પૂલ પરથી મોબીન દીલાવરભાઈ ખાટકી, ગોપાલ વાલજીભાઈ રાવળ, જયસુખ કાનજીભાઈ ધરજીયા, બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી સતિષ દીપકભાઈ દેવીપૂજક, વીકી અશોકભાઈ ચારોલીયા, થોરાળા પોલીસે પોલીસ મથક સામેથી બેચર પોલાભાઈ ધાંધલ, કાંતી રણછોડભાઈ હાપા, પ્રદીપ લવજીભાઈ સોલંકી, ભાવેશ વાલજીભાઈ પરમાર, રબીબ વસંતભાઈ ગુપ્તા, જુમાશા નુરશા શાહમદાર, ચુનારાવાડ ચોકમાંથી વૈભવ રાજેશભાઈ મેઘાણી, રીઝવાન જુમાભાઈ ચાનીયા તથા ભકિતનગર પોલીસ લક્ષ્મીવાડી મેઈન રોડ, પુજારા પ્લોટ ૮/૯ના ખૂણેથી ક્રિષ્ના ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ખુલી રાખી ટોળા ભેગા કરનાર મહેશ ગોવિંદભાઈ બારૈયા, ઢેબર રોડ મેઈન રોડ પર મોમાઈ ટી બીગપોર્ટ નામની ચાની દુકાન ખુલી રાખનાર આલાભાઈ ઘોઘાભાઈ ગમારા, ભકિતનગર સર્કલ પાસેથી હેમંત ધીરજલાલ રાણપરા, ચિરાગ મહેન્દ્રભાઈ મહેતા, ધર્મેન્દ્ર શંભુભાઈ રામાણી, ગાયત્રીનગર મેઈન રોડ પરથી દિપક દુર્લભજીભાઈ રાઠોડ, કોઠારીયા સર્કલ પાસેથી જીજે ૩ ડીજી ૩૩૩ નંબરની ટાવેરામાં ત્રણથી વધુ મુસાફરોને બેસાડનાર દિનેશ બચુભાઈ સોલંકી, રામેશ્વરવાડી સામે પટેલ ચોકમાંથી તુષાર વેલજીભાઈ પરમાર, રાજન રેવાભાઈ ડાભી, લોધાવાડ ચોક પાસે ડીલકસ પાન નામની દુકાન ખુલી રાખનાર મહેશ હરીભાઈ રાઠોડ, ગૌતમ બચુભાઈ કુંભારવાડીયા, રવિરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા કુવાડવા પોલીસે નવાગામ બસ સ્ટેન્ડ સામેથી હરેશ રામજીભાઈ સોલંકી, વિપુલ અમરશીભાઈ પલાળીયા, કાનો વિરાભાઈ મુછાડ, નવાગામ પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળથી વિક્રમ નાથાભાઈ વાંક તથા આજી ડેમ પોલીસે કોઠારીયા રોડ પર પાન-માવાની દુકાન ખુલી રાખનાર વિપુલ વજાભાઈ પરસાણીયા, અરવિંદ ભીખાભાઈ ડોડીયા, ભૂપત ઘોઘાભાઈ પડસારીયા તથા માલવીયાનગર પોલીસે કોટેચા ચોક પાસેથી બાદલ અજીતભાઈ રાજદેવ, વિજય જગદીશભાઈ ફીચડીયા, શકીલ વલીમામદભાઈ ધાનીવાલા, શેખમુઆઝ ફારૂખભાઈ શેખ, સાહીલ આસીફભાઈ કાપડીયા, અયાઝ યુસુફભાઈ હિંગોરા, ગુલઅહેમદ હનીફભાઈ દાદાણી, કે.કે.વી. હોલ ચોક પાસેથી રાજન જીવણભાઈ ભરવાડ, અર્જુન સંજયભાઈ મારડીયા, પુનીતનગર પાણીના ટાંકા પાસેથી બિરેન્દ્રસિંહ ક્રિપાલસિંહ ઝાલા, પરીક્ષિત રાજુભાઈ બળદા તથા ગાંધીગ્રામ પોલીસે નાણાવટી ચોક પાસેથી પ્રકાશ લાભુભાઈ પરમાર, સચીન કીરીટભાઈ લાઠીગરા, ચિરાગ મુકેશભાઈ ઉમરણીયા, રૈયા રોડ હનુમાનમઢી ચોક પાસેથી ગીરીરાજસિંહ ભગવતસિંહ જાડેજા, મહેશ જયંતીલાલ સરવૈયા, જામનગર રોડ પરથી મહમદરફીક અજીમખાન પઠાણ, ઝાલા મેરૂભાઈ ફાંગલીયા, હનુમાનમઢી ચોક પાસેથી હિતેશ લક્ષ્મણભાઈ મુલીયાણા, અબ્દુલ નસરૂદીનભાઈ કાદરી, બજરંગવાડી ચોકી પાસેથી જયદીપ નિર્મળભાઈ, અલ્ફાજખાન ઈકબાલખાન મહેરનાણી, સરફરાજખાન ઈકબાલખાન મહેરનાણી તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ વગડ ચોકડી પાસેથી મહેન્દ્ર નાનજીભાઈ હિરપરા, રવિ ધીરજભાઈ સાવલીયા, સાગર રમેશભાઈ ઠુંમર, ૧૫૦ ફુટ રીંગરોડ પરથી અભિષેક વિજયભાઈ વ્યાસ, કેતન ભૂપેન્દ્રભાઈ ગોસ્વામી, કાલાવડ રોડ જડુસ હોટલ સામેથી હિતેશ જેન્તીભાઈ મકવાણા, મવડી બાપા સીતારામ ચોકમાંથી સંજય છગનભાઈ પરમાર, ધર્મેશ પ્રેમજીભાઈ બગડા, નાનામવા મેઈન રોડ પરથી દર્શન નિતીનભાઈ કાલરીયા, કાર લઈન નિકળેલા સિરાજ રજાકભાઈ લીંગડીયા, સોહીલ અજીતભાઈ તળપદા તથા યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોકમાંથી પાણીપુરીની લારી ખુલી રાખનાર સંદીપ રામપાલભાઈ કુસવાહા, અમેરીકન મકાઈ નામની લારી ખુલી રાખનાર અહેમદ અબ્બાસભાઈ દલ અને મંુજકા ગામ પાસેથી રમેશ નાગજીભાઈ બાંભવાને પકડી લઈ કાર્યવાહી કરી છે.

(2:54 pm IST)