Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દેના બેંકથી રૈયાનાકા ટાવર સુધીની રપ૦ દુકાનો સવારે ૮ થી સાંજે ૬.૩૦ સુધી જ ખુલ્લી રહેશે

દાણાપીઠ-મોચીબજાર-ઇલેકટ્રીક એસોસિએશન બાદ પરાબજાર વેપારી એસો.નો મહત્વનો નિર્ણય : રાજકોટમાં કોરાના ભયાનક બનતા એક પછી એક વેપારી એસો. સ્વૈચ્છીક રીતે બંધ પાળી રહ્યા છેઃ દાણાપીઠ અને મેટલ એસો. બાદ હવે શહેરની હૃાર્દસમી પરાબજાર વેપારી એસો. દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છેઃ દેના બેંકથી રૈયા નાકા ટાવર સુધીની અંદાજે રપ૦ દુકાનો કોરોના સામે સાવચેતી સંદર્ભે સવારે ૮ થી સાંજે ૬.૩૦ સુધી ખુલ્લી રહેશેઃ ૧ાા કલાક દુકાન વહેલી બંધ કરાશે : જાન હૈ તો જહાન હૈ તથા જાન ભી ઔર ભી જહાન ભી ને કેન્દ્રમાં રાખી સ્વૈચ્છાએ કામના કલાકો ઘટાડવા નિર્ણય લીધો

રાજકોટ તા.૮: શહેરમાં વધતા જતા કોરોનાના કેસના પગલે લોકોમાં ગભરાટનો માહોલ બન્યો છે. લોકો તકેદારી રાખે છે અને તેનો ભંગ પણ કરે છે. તેના કારણે રોજબરોજ નવા-નવા વિસ્તારોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. સરકારે ભલે રાત્રે ૮ વાગ્યા સુધી દુકાન ખુલી રાખવાની છૂટ આપી હોય પરંતુ દુકાનદારો-વેપારી સંગઠનો દ્વારા હવે સ્વૈચ્છાએ કામના કલાકો ઘટાડવામાં આવી રહ્યા છે.

બે દિવસ પહેલા દાણાપીઠ અને મોચી બજારના દુકાનદારોએ કામકાજના કલાકો ઘટાડ્યા બાદ ગઇકાલે ઇલેકટ્રોનિક એસો.એ પણ સાંજે ૬ સુધી દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લીધો હતો. તે પછી આજે પરાબજાર એેસો.એ પણ દુકાન ખુલી રાખવાના કલાકોમાં ઘટાડો કરવાનો  આવકારદાયક નિર્ણય લીધો છે. ભીડ ઓછી થાય તે માટે આ પગલુ લેવામાં આવ્યું છે. દુકાનદારો અને વેપારી એસો. પણ સરકારને પૂરતો સહકાર આપી રહ્યા છે કે જેથી કોરોનાનું પ્રસારણ અટકે.

અનેક વેપારીઓએ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી પોતાની દુકાનોની બહાર પણ તકેદારી રાખવાનું શરૂ કર્યુ છે જે આવકારદાયક છે. અનેક દુકાનદારોએ દુકાન બહાર દોરી લગાડી છે તો અનેક દુકાનદારોએ સેનેટાઇઝના સાધનો પણ દુકાનમાં મુકયા છે.

સોશ્યલ ડિસ્ટેન્સ રહેશે અને નિયમોનું પાલન થશે તો જ કોરોના હારશે તે હેતુને અનુરૂપ વિવિધ એસો. સ્વૈચ્છાએ કામકાજના કલાકો ઘટાડી રહ્યા છે જે આવકારદાયક છે.

(3:09 pm IST)