Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા રાશનકીટ - સાડી વિતરણ

 માનવસેવા કાર્યોના ભાગરૂપે રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા ૧૭૯ જરૂરતમંદ પરિવારોને રાશનકીટ અને સાડી વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે વિમલ લાઇટરવાળા બાબુભાઇ પટેલ, સામાજીક કાર્યકર રાજેન્દ્રસિંહ જાડેજા, એમ. ડી. ગઢવી, ભરતભાઇ રાજયગુરૂ, પ્રફુલભાઇ ચપલા, મનસુખભાઇ ધોળકીયા, છગનભાઇ સાવલીયા, હરસદાસભાઇ વડાલિયા, મીનાબેન મહેશભાઇ પટેલ, દિલીપભાઇ કાનાણી, દિલીપભાઇ પીઠડીયા, કે. વી. લુકકા, સોમેશ્વર મહીલા મંડળના રસીલાબેન, શારદાબેન, ઇન્દુબેન, ઇન્દુબેન રાજયગુરૂ, ચંદ્રીકાબેન વડાલીયા ઉપસ્થિત રહેલ. મીનાબેન પટેલ દ્વારા બહેનોને સાડીનું વિતરણ કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર. સી. પટેલ, સી. એન. જાવીયા, વી. ડી. ઠકકર, મણીભાઇ ઘોડાસરા, ધીરૂભાઇ ઝાલાવડીયા, મગનભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ પટેલ, નરોતભાઇ ફળદુ, નટુભાઇ કણસાગરા, જી. બી. મલ્લી, મગનભાઇ વાછાણી, જાદવભાઇ કનેરીયા, રમણિકભાઇ કણસાગરા, લલિતભાઇ સરડવા, જમનભાઇ સાપરીયા, ઉદયભાઇ કાલાવડીયા, ધીરૂભાઇ ફળદુ, ભાવેશ ભટ્ટ, હરેશભાઇ મારડીયા, જેન્તીભાઇ ઢોલરીયા, જયેશ ત્રાંબડીયા, શૈલેષ ડઢાણીયા, મહેશ બાવરવા, આર. ક. ઝાલાવડીયા , મયુર ડેડાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સોમેશ્વર મહિલા મંડળ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(3:53 pm IST)