Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

છાત્રોની સલામતી માટે શાળાઓ નજીક પોલીસ-આર.ટી.ઓ.ની ડ્રાઇવ

રાજકોટ : અકસ્માત ઘટાડવા અને છાત્રોની સલામતી માટે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેર પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સંયુકત હાઇવે શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર સમયાંતરે હાથ ધરવામાં આવે છે. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે શાળા-કોલેજો પાસે સ્કૂલવાન, ટુ વ્હીલર, ચાલકો પાસે લાયસન્સ, સીએનજી પરમીટ, હેલ્મેટ, પીયુસી સહિતની બાબતોને લઇને ચેકીંગ હાથ ધરી સંખ્યાબંધ વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો હતો. આજે સવાર અને બપોરે શાળાઓના સમય દરમિયાન પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા કાલાવડ રોડ, સેન્ટમેરી સ્કૂલ સહિત અનેક ખાનગી શાળાઓ પાસે ચેકીંગ કરવામાં આવેલ. સ્કૂલવાન ડીટેઇન કરતા સેન્કડો છાત્રોના વાલીઓને તેડવા મૂકવા જવું પડયું હતું. શાળાના પ્રવેશદ્વારે ભારે ટ્રાફીક જામ થયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)