Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અધિક કલેકટર પી.જી. પટેલના સુપુત્ર બનશે જી.એસ.ટી. અધિકારી

પાપા કહતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા... : જી.પી.એસ.સી.ની ત્રણેય સ્તરની કસોટીમાં રાઘવેન્દ્ર ઉતિર્ણ

રાજકોટ, તા. ૮ :. રાજ્યમાં ઉદ્યોગ વિભાગ હેઠળના ઈન્ડેક્ષ સી-માં કારોબારી સંચાલક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી પ્રવીણભાઈ જી. પટેલના સુપુત્ર ચિ. રાઘવેન્દ્ર પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની લેખિત, મૌખિક પરીક્ષા પાસ કરી વર્ગ-૨માં સેલ ટેક્ષ (જી.એસ.ટી.) અધિકારી બનવાને લાયક જાહેર થયા છે. તેઓ ટૂંક સમયમાં આ સ્થાન પર નિમણૂક મેળવવા પાત્ર છે. તેમણે અમદાવાદની એલ.ડી. કોલેજમાંથી બી.ઈ. સિવીલની પદવી મેળવી છે. સમગ્ર શૈક્ષણિક કારકીર્દિ ઝળહળતી રહી છે.

મૂળ સાબરકાંઠા પંથકના તલોદ ગામના વતની અધિક કલેકટર શ્રી પી.જી. પટેલની વહીવટી ક્ષેત્રની સફળતા ૨૫ વર્ષના તરવરિયા યુવા સુપુત્ર ચિ. રાઘવેન્દ્ર માટે પ્રેરણારૂપ બનેલ. પિતાજીના પગલે તેમણે પણ સરકારી અધિકારી બની રાજ્યના વિકાસમાં યોગદાન આપવા માટે આશાસ્પદ અને સફળ પ્રથમ પગલુ ભરતા તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૯૭૮૪ ૦૭૫૨૨) થઈ રહી છે.

(3:50 pm IST)