Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સાર્વત્રીક રસીકરણ કાર્યક્રમ હેઠળ 'રોટા વાયરસ' રસીનો શુભારંભ

રાજકોટઃ સરકાર દ્વારા સમગ્ર રાજયમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ રોટા વાયરસ રસીનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે આજ રોજ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નારાયણનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી ના હસ્તે રોટા વાયરસ રસીનો શુભારંભ કરવામાં આવેલ છે. રોટાવાયરસ એક અત્યંત ચેપી વાયરસ છે. બાળકોમાં થતાં ઝાડાના કારણોમાં આ એક સૌથી મોટું કારણ છે, જે હોસ્પિટલમાં દાખલ થવા અથવા બાળ મૃત્યુ તરફ દોરી શકે છે.રોટાવાયરસ રસી ફ્રીઝ ડ્રાઈડ, મો વાટે આપવાની રસી છે, જે બે ડોઝ (એકની માત્રા ૨.૫ મિલી) ના વાયલમાં ઉપલબ્ધ થશે. આ બે ડોઝના વાયલની સાથે, એક ડાય્લુંએન્ટ (સાઈટ્રેટ બાયકાર્બોનેટ), બે ૬ મિલી ઓરલ સિરીંજ આપવામાં આવશે. સિરીંજ અને એડેપ્ટર અલગ પેકિંગમાં ઉપલબ્ધ થશે. એડેપ્ટર દ્વારા ડાયલ્યુંએન્ટને રિકોન્સ્ટીટ્યુટ કરવા અને ત્યાર બાદ વાયલમાંથી રસી કાઢવામાં મદદ થશે. આપેલી બે ૬ મિલી ઓરલ સિરીંજ માંથી એક સિરીંજ રિકોન્સ્ટીટ્યુટ કરવા અને પ્રથમ ડોઝ આપવા તથા બીજી સિરીંજ પછીના બાળકને રસી આપવા વપરાશે. આમ આ ૬ મિલી સિરીંજ ફકત મો વાટે રસી આપવા વપરાશે. આમ આ ૬ મિલી સિરીંજ ફકત મો વાટે રસી આપવા વપરાશે. રોટા વાયરસની રસી (RVV) એ લાઈવ રસી છે. રસીનો એક ડોઝ ૨.૫ મિલીનો છે, જે બાળકોને ૬ઠ્ઠા, ૧૦માં અને ૧૪માં અઠવાડિયે રસીકરણ શિડ્યુલ પ્રમાણે આપવામાં આવશે. આ તકે હાજર રહેલ તમામ પદાધિકારીશ્રીઓના હસ્તે નારાયણનગર સી.એમ.ટી.સી. સેન્ટરમાં સારવાર લઈ રહેલ બાળકોને ફ્રુટ વિતરણ પણ કરવામાં આવેલ.આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલૂ, કોર્પોરેટર જયાબેન ટાંક, શિક્ષણ સમિતિ સભ્ય અલ્કાબેન કામદાર, નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડ, તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય અધિકારી ડો. પંકજ પી. રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતુ.

(3:43 pm IST)