Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પંચવટી રોડ પર અલ્પેશ પાદરીયાના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જુગાર રમતા ૭ ઝડપાયા

૧.૨૬ લાખની રોકડ કબ્જેઃ મકાન માલીક અલ્પેશ, મહેલુ, લાખો, દિનેશા, ચંદુ,શાંતા અને સોનલની ધરપકડ

રાજકોટ તા.૮: પંચવટી મેઇન રોડ  પર રહેતા પટેલ યુવાનના મકાનમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરી અને ડીસીપી રવિમોહન સૈની તથા મનોહરસિંહ જાડેજા અને એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી પીઆઇએચએમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.પી.ઉનડકટ તથા જગમાલભાઇ ખટણા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ, ભરતભાઇ વનાણી, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા તથા કોન્સ મીતાલીબેન સહિત પેટ્રોલીંગમા ંહતા. ત્યારે હેડ કોન્સ જગમાલભાઇ ખટાણા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે પંચવટી સોસાયટી મેઇન રોડ શેરી નં.૪માં રહેતા અલ્પેશ નારણભાઇ પાદરીયા (ઉ.વ.૪૬)ના મકાનમાં દરોડો પાડી મકાનમાલીક અલ્પેશ તથા વંથલીના ટીકર ગામના મેહુલ વીરાભાઇ ગળચર (ઉ.વ.૪૦), જામનગરના ઘેડીના લાખા રણમલભાઇ કનારા (ઉ.વ.૪૯) ગોંડલના યોગીનગર-૧૪ના દીનેશ ધનાભાઇ રાઠોડ (ઉ.વ.૫૯), કોઠારિયા ચોકડી ગણેશનગર શેરી નં.૮ના ચંદુ પુનાભાઇ આશોદરીયા (ઉ.વ.૫૨), જામનગરમાં જોલી બંગ્લોઝની બાજુમાં રહેતી શાતા પરસોતમભાઇ શેઠીયા (ઉ.વ.૫૦) અને જુનાગઢના વડલા પાસે રોયલ હાઇટસ બ્લોક નં.૩૦૪ની સોનલ ગોવિંદભાઇ ખાખરીયા (ઉ.વ.૩૯) ને જુગાર રમતા પરડી લઇ રૂ.૧,૨૬,૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)