Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

રૈયામાં મુસ્લિમ પરિણીતાએ ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટઃ રૈયા ગામમાં ૫૦ વારીયા હુડકો કવાર્ટરમાં રહેતી અમીરસ ફારૂકભાઇ બુખારી (ઉ.૨૨) નામની પરિણીતાએ ગઇકાલે ઘેર ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ રાત્રીના તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ જાણ કરતાં યુનિર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે. એન. ડોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:36 am IST)