Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ખોટી પોલીસ બનાવી વાહનનો વીમો ઉતારી રૂ. ૩૨૧૫૯નું પ્રિમીયમ મેળવી લઇ ઠગાઇઃ અનેક છેતરાયા

પ્ર.નગર પોલીસે યાજ્ઞિક રોડ પર ઓફિસ ખોલનારા જય નામના શખ્સ સામે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરમાં ગઠીયાઓ નીતનવા નુસ્ખા અજમાવી લોકોને છેતરતા રહે છે. યાજ્ઞિક રોડ જીમખાના પાસે ઓફિસ ખોલી જય નામના શખ્સે પોતે રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સનો એજન્ટ હોવાની ઓળખ આપી લોકો પાસેથી વિમાના પ્રિમીયમ પેટે નાણા ઉઘરાવી ઠગાઇ કર્યાનો મામલો સામે આવ્યો છે.

આ બારામાં પ્ર.નગર પોલીસે સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્ક આદિનાથ ખાતે રહેતાં હિરેનભાઇ જીતેન્દ્રભાઇ કોઠારી (ઉ.૩૮)ની ફરિયાદ પરથી જય તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. નામની ખોટી પોલીસી બનાવી શામજીભાઇ ગોરધનભાઇ સાવલીયાને વિશ્વાસમાં લઇ તેના આઇશર વાહન જીજે૩એએફ-૯૦૩૫ની ખોટી પોલીસી ઉતારી પ્રિમીયમ પેટે રૂ. ૩૨૧૫૯ મેળવી લઇ તેમજ કંપનીના કસ્ટમરોને વિશ્વાસમાં લઇ ખોટી પોલીસીનો ખરા તરીકે ઉપયોગ કરી કંપની અને ગ્રાહકો સાથે ઠગાઇ કર્યાનો ગુનો નોંધાયો છે. પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરી હેઠળ પીએસઆઇ બી. જી. ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.

(10:35 am IST)