Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

રવિવારે સમસ્ત શ્રીમાળી સોની ફિચડીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને સતિ માં મોધી બા નો શણગાર ઉત્સવ

સુરાપુરા દાદા શ્રી નાનજી દાદા ની પુજા અર્ચના વાંકાનેરમાં યોજાશે: શનિવારે રાત્રે લોક સાહિત્ય તથા માતાજીની સ્તુતિ

રાજકોટ : સમસ્ત શ્રી માળી સોની ફિચડીયા પરિવાર દ્વારા આયોજીત સતી માં મોંધીબાનો નવચંડી યજ્ઞ તથા શણગાર તથા શ્રી સુરાપુરા દાદા નાનજી દાદા ની પુજા અર્ચના આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તારીખ ૧૦/૬/૨૦૨૩ નાં શનિવાર રાત્રે ૯ કલાકે લોક સાહિત્ય કલાકાર વાસુદેવ પાટડિયા અમદાવાદ વાળા ભાવેશભાઈ આડેસરા બોટાદ તથા ગુણવંતભાઈ ફિચડીયા કલાકાર દ્રારા લોક સાહિત્ય તથા માતાજી ની સ્તુતિ કરવામાં આવશે..
તારીખ ૧૧ને રવિવાર રોજ સવારે ૮ વાગે માતાજી નો નવચંડી યજ્ઞ તથા ધજાજી સવારે ૯.૩૦ કલાકે ચડાવામાં આવશે
સ્નેહ સંમેલન સવારે ૧૦ વાગે,બપોરે ૧૨.૩૦ નવચંડી યજ્ઞ તથા મહાઆરતી કરવામાં આવશે..બપોરે ૧ વાગે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે..
કાર્યક્રમનું સ્થળ શ્રી મહાકાળી માં નું મંદિર ટેકરી પર શ્રી ગાયત્રી મંદિર વાંકાનેર  રહેશે
આ માતાજી તથા શ્રી સુરાપુરા દાદા નાં કાર્યકમ માં રાજકોટ, મોરબી અમદાવાદ, બરોડા, લીંબડી સુરેન્દ્રનગર સુરત નડીયાદ ગોંડલ ધંધુકા, બરવાળા વલસાડ,વાપી, મુંબઈથી પરિવાર લોકો ઉપસ્થિત રહેશે..

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શૈલેષ ધીરજલાલ ફિચડીયા હિરેનભાઇ પ્રકાશભાઈ ફિચડીયા જશવંતભાઈ ઓધવજીભાઈ ફિચડીયા, મયુરભાઈ લીલાધર ફિચડીયા, હિતેશભાઈ ફિચડીયા, ભરતભાઈ ફિચડીયા ચંદ્રેશભાઇ છોટાલાલ ફિચડીયા, નંદનભાઈ વિનુભાઈ ફિચડીયા, નિકુંજભાઈ અશોકભાઈ ફિચડીયા દિલીપભાઈ ફિચડીયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે..

  વધુ માહિતી માટે શૈલેષ ફિચડીયા ( મોં, 88668 00900) નો સંપર્ક સાધી શકાય છે

 

(1:08 am IST)