Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા બે ખડૂતોની તબીયત લથડી

બેડીયાર્ડ ખાતે ત્રણ દિવસથી ૧૨ ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે : આજે ઢોલ - નગારા વગાડી તંત્રને જગાડાશેઃ આગેવાનોએ ઉપવાસ છાવણીની મુલાકાત લઇ ટેકો જાહેર કર્યો

રાજકોટઃ તા.૮, પાકવીમાના પ્રશ્ને બેડી યાર્ડ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. દરમિયાન આજ બે ખેડૂતોની તબીયત લથડી હોવાનું જાણવા મળે છે. ૧૨ જેટલા ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે.

   કિશોરભાઈ લક્કડ  અને કિશોરભાઈ સગપરીયાની તબીયત લથડી છે. સવારે જે ખેડૂતો મળવા આવેલા હતા તે ખેડૂતોએ સાથે મળીને કાર્યક્રમ કરીને સરકારને અત્યારની પાક વીમા બાબતની તે રીતે અને નીતિ છે એનું ઉદાહરણ રીતે બતાવેલ હતું જેમકે નગારા ઢોલ અને આરતી થી જગાડવાની છે. તેમ વીમાના કામની અંદર માત્ર આશ્વાસન જ મળે છે અને તે પૂર્ણ થતું નથી તેનું દુઃખ છે બધા ખેડુતોએ સાથે મળીને સરકારની આ નીતિ સુધારવા માટેની અપીલ કરેલ.

તેમજ આજે ઘણા બધી સંસ્થાઓના વડીલો પ્રમુખો તેમજ આગેવાનો છાવણી વિભાગની મુલાકાત લીધી હતી અને ઉપવાસીઓને હિંમત વગેરે બાબતની આ આમરણ ઉપવાસ બાબતનો ખુલ્લો ટેકો આપેલો શ્રી વી પી વૈષ્ણવ તેમજ તેની કારોબારી મુલાકાત લઈ અને આ મુદ્દા બાબતે સરકાર સાથે વાતચીત કરી અને આ પ્રશ્નનો જલ્દી ઉકેલ આવે તેવી લાગણી વ્યકત કરી હતી.

તેમજ ખેડૂત કોંગ્રેસ સેલના પ્રમુખશ્રી પાલભાઈ આંબલીયા (દ્વારકાધીશ)એ તેમજ રામજીભાઈ પૂર્વ સાંસદ રમાબેન અને રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ રમાબેન માવાણી એ તથા ગુજરાત કિસાન સંગઠન પ્રમુખ જે.કે.પટેલ રતનસિંહ ડોડીયા એ ભારતીય કિસાન સંઘ ને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે

  ઉપવાસ આંદોલન માં બેઠેલાઙ્ગ ખેડૂતોની યાદી

૧- દિલીપભાઈ સખીયા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રાજકોટ, ૨- અતુલભાઇ કમાણી દલાલ મંડળ એસોસિયેશનના પ્રમુખ, ૩- કિશોરભાઈ લખાણ, ૪-  ઝાલાભાઇ રાતડીયા, ૫- મુકેશભાઈ રાજપરા, ૬- શૈલેષભાઈ સીદપરા, ૭- ઉકા ભાઈ ગોંડલીયા, ૮- ઠાકરશીભાઈ પીપળીયા , ૯- ભુપતભાઈ કાકડીયા,૧૦- કિશોરભાઈ સગપરીયા, ૧૧- દીપકભાઈ લીંબાસીયા,૧૨- વિપુલભાઈ મેઘાણી

(3:57 pm IST)
  • રાજકોટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની વિમાની સેવા હવે અઠવાડીયામાં ૩ દિવસ જ ઉડશે : જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૯૦ દિવસ માટે આ કાપ ઝીંકાયો છે : મંગળ - ગુરૂ - શનિવારે ફલાઈટ ચાલુ રહેશે access_time 5:48 pm IST

  • આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ હોવાનો ધડાકો : ૬ સભ્યો વિડીયોગ્રાફી કરતાં ઝડપાયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ વિભાગમાં આવેલ લશ્કરી અને મહત્વના સ્થળો હોવાનો મોટો ધડાકો થયો છે : પોલીસ દ્વારા નેસ્ત નાબુદ કરવામાં આવેલ ૬ સભ્યોના જાસૂસી મોડ્યુલની પૂછપરછ દરમિયાન આ વાત બહાર આવી છે : તાજેતરમાં પકડાયેલા ૪ પાકિસ્તાની જાસૂસોની પૂછપરછ ચાલુ છે : જમ્મુ બહાર આવેલ રતનુચક વિસ્તાર આસપાસના લશ્કરી મથકની વિડીયોગ્રાફી કરતાં પકડાઈ ગયેલ મુસ્તાક અહેમદ મલિક અને નદીમ અખ્તરની પૂછપરછના આધારે એજન્સીઓએ સદ્દામ હુસૈન, સફદર અલી, મોહમ્મદ સલીમ અને અબ્દુલ કરીમને ઝડપી લીધા છે : આ લોકો ઉધમપુર અને રોડા પંથકમાં હિઝબુલ મુઝાહીદ્દીનનું નેટવર્ક ઉભુ કરી રહ્યા હતા access_time 5:48 pm IST

  • સ્કુલ બિલ્ડીંગમાં ભીષણ આગ : શાળા સંચાલકની પત્નિ અને બાળકોના મોત હરિયાણાના ફરીદાબાદ ખાતે ડબુઆ કોલોનીમાં એક પ્રાઈવેટ સ્કુલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા સ્કુલની ઉપર રહેતા સ્કુલના સંચાલક પરિવારનો ભોગ લેવાયો છે : આ સ્કુલ સંચાલકના બે સંતાનો અને પત્નિ જીવતા સળગી ગયા છે access_time 5:46 pm IST